પાટણના સમી- હારીજ તાલુકામાં લેભાગુ પત્રકારોનો રાફડો

 
 
 
                      પાટણ જિલ્લાના હારીજ- સમી તાલુકામાં દિવાળી સમયે લેભાગુ પત્રકારોનો રાફડો ફાટ્યો છે. જેમાં દિવસ દરમિયાન ગાડી અને બાઈકો ઉપર પ્રેસ લખાવી ફરતા લેભાગુ પત્રકારો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત મીડીયાની માંગ ઉઠવા પામી છે. 
દિવાળીના તહેવારો નજીક આવતાંની સાથે જ જાણે કે લેભાગુ પત્રકારોને કમાવાની સિઝન ખુલી હોય તેમ બાઈકો અને ગાડીઓ લઈ હારીજ- સમીના વિસ્તારોમાં નીકળી પડે છે. સ્થાનિક મીડીયા કર્મી મિત્રો સતત બાર-બાર મહિના સુધી પ્રજાજનોની વચ્ચે રહી રોજીંદી ઘટનાઓ અને પ્રજાજનોની વેદનાને વાચા આપવાનું કાર્ય કરતા હોય છે પરંતુ અમુક લોકો માત્ર અને માત્ર દિવાળીના દિવસોમાં જ નજરે પડતા હોય છે. જેમાં અત્યારે દિવાળી નજીક આવતાંની સાથે જ હારીજ- સમી પંથકમાં લેભાગુ પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. વહેલી સવારથી બાઈકો અને ગાડીઓ લઈ દિપાવલી જાહેરાતના બહાને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, સરપંચો, ખાનગી ડાક્ટરો, મેડિકલ સ્ટોર્સ, બિલ્ડરો પાસે જાહેરાતના ઓથા હેઠળ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે જેના કારણે હારીજ- સમી પંથકના સાચા મીડિયા કર્મીઓમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. સ્થાનિક મીડીયા કર્મી મિત્રોની માંગ ઉઠી છે કે દિવાળીના તહેવારો સમયે બોગસ અને લેભાગુ આવા તત્વો સામે સ્થાનિક તંત્ર દ્વારા લાલ આંખ કરે અને  કાયદાના પાઠ ભણાવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. હારીજ- સમી પંથકમાં આવા લેભાગુ પત્રકારોની ફરિયાદો ઉઠવા પામી છે. તેવા સમયે હારીજ તાલુકા પ્રેસ એસોસીયેશન પ્રમુખ કનુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આવા લોકોને કોઈપણ અધિકારી અને અન્યને પ્રોત્સાહન ન આપવા માટે અનુરોધ કર્યો હતો અને જિલ્લાના પોલીસ વડા દ્વારા અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા લેભાગુ પત્રકારો વિરૂધ્ધ લાલ આંખ કરવામાં આવે તેવી માંગ કરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.