ડીસા-ભીલડી હાઈવે ઉપર ટાયર ફાટતા ટ્રેઈલર પલટયું

 
ડીસા : ડીસા ભીલડી હાઈવે પર કુંપટ અને માલગઢના પાટીયા વચ્ચે વહેલી સવારે ૧૦ કલાકે કંડલા તરફથી રાજસ્થાનમાં જઈ રહેલ કોલસા ભરેલ ટ્રેઈલરનું અચાનક ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા ટ્રેઈલર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ પલ્ટી ખાઈ ગયું હતું.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે કંડલાથી રાજસ્થાન તરફ કોલસા ભરી જઈ રહેલ ટ્રેઈલર (નંબર જી.જે.૧ર બીડબલ્યુ ૩પ૩૧) સવારે ૧૦ કલાકે માલગઢ નજીક દેવીકૃપા હોટલ પાસે નેશનલ હાઈવે પર પસાર થઈ રહ્યુ હતું તેવા સમય અચાનક ટ્રેઈલરનું આગળનું ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેઈલર હાઈવેના ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગયુ હતુ. જેમાં કોલસા હાઈવે પર વેરાતા રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો અકસ્માતમાં ડ્રાઈવર-કલીનર નો આબાદ બચાવ થયો હતો. જયારે ટ્રેઈલરને મોટું નુકશાન થયુ હતુ. અકસ્માતને લઈ હાઈવે ઓથોરીટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરાયો હતો.
ડીસા-ભીલડી હાઈવે પર એક અઠવાડિયામાં ટ્રેઈલરનો બીજા અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. અગાઉ ચાર રસ્તા નજીક બે ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં એક ટ્રેઈલરમાં આગ લાગી હતી. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતુ. જા કે ટ્રેઈલર પલ્ટી ખાતા ડીઝલની ટાંકી લિકેજ થતાં ટ્રેઈલરમાં આગ લાગવાની શકયતાઓે હતી પણ હાઈવે ઓથોરીટી અને ડ્રાઈવરની સર્તકતાના કારણે આગ લાગવાની ઘટના ટળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.