પાર્લામેન્ટની કૃષિ વિષયક બાબતોની સ્ટેન્ડીંગ કમિટી બનાસ ડેરીની મુલાકાતે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાર્લામેન્ટની કૃષિ વિષયક બાબતોની સ્થાયી સમિતિ કે જેમાં લોકસભાના ૧૧ અને રાજ્યસભાના ૩ સભ્યોનો સમાવેશ હતો, તેમણે તેમના રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન આજે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની મુલાકાત લીધી હતી. કમિટીએ મેરવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, બનાસ ડેરી નો મધપ્રોજેક્ટ અને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈને બનાસ ડેરીએ દૂધના વ્યવસાયની સાથે શરૂ કરેલા નવા વ્યવસાયોની પણ  રસપ્રદ જાણકારી મેળવીને સમગ્ર દેશમાં આ પ્રકારે ખેડૂતો અને પશુપાલકોની આવક વધે તે માટે બનાસડેરીના ઉદાહરણીય પ્રયાસોની સરાહના કરી હતી. કમિટીના ચેરમેનઅને સંસદ સભ્ય પી.સી.ગડ્ડીગોદરના નેતૃત્વમાં ૧૪ સભ્યોની ટીમે આજે બનાસ ડેરીની મુલાકાત દરમિયાન ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે સંવાદ કરીને બનાસડેરીની વિવિધ ખેડૂત ઉપયોગી સેવાઓની પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, કૃષિ વિભાગના અગ્ર સચિવ પૂનમચંદ પરમાર, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારીગણ સહીત બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.