એલસીબી પોલીસે સુઇગામ નજીકની હોટેલમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

 
 
 
 
વાવ
બનાસકાંઠાની એલસીબી પોલીસે સુઇગામ નજીકની  હોટેલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો   પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા કડક અમલવારીની સૂચના આપતા એલસીબીની ટીમ સુઇગામ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી. એ દરમ્યાન સુઇગામથી સીધાડા તરફ જતા રોડ પર આવેલ બાબા રામદેવ હોટેલ પર દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે આ હોટેલમાં દરોડો પાડી તપાસ કરતા  હોટલના પાછળના ભાગે સંતાડેલ  ૪૧,૬૦૦ રૂપિયાની કિંમતનો ૪૧૬ બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા એલસીબી પોલિસેબ તમામ મુદ્દામાલ મળી જપ્ત કરી હોટલ ચલાવતા રાજસ્થાનના રૂપાભાઈ જાટ વિરુદ્ધ સુઇગામ પોલિસ મથકમાં પ્રોહિબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા સુઇગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.