ઈડરમાં શુટીંગમાં સાથે ન લઈ જવાની અદાવતમાં ચાકૂથી હુમલો કરતાં યુવાનનું મોત

ઈડર તાલુકાના ફાગોલ ગામે રહેતા નગીનસિંહ ચમનસિંહ ચૌહાણ (ઉ.વ.ર૬) અને તેવો ફોટોગ્રાફરનો વ્યવસાય કરે છે. દરમ્યાન ગત તા.૭/૧૦/૧૮ ના રોજ બપોરના ર-૩૦ કલાકે નગીનસિંહ અને હેમેન્દ્રસિંહ બાબુસિંહ ચૌહાણ (રહે.બડોલ, તા.વડાલી) ડિસ્કવર મોટર સાઈકલ પર ઈડર રાજચંદ્ર બિહાર રોડ પર એક કોમેડી શો માટે વિડીઓ શુટીંગ કરવા ગયેલા. ત્યાં અજય નારાયણભાઈ ભાટીયા (રહે.ઈડર-ચંપાગલી)નું યુ ટ્યુબ ચેનલ ગુજરાતી કોમેડી શોના શુટીંગ માટે દર્પણ રમણભાઈ સગર (રહે.ઈડર, શિવમ સોસાયટી) તથા પ્રતિક સાગર વિગેરે ત્યાં હાજર હતા.
 
સદર શુટીંગ પૂર્ણ થતાં પ્રતિક સાગર વહેલો ઘરે જતો રહેલ. બાદમાં નગીનસિંહ અને હેમેન્દ્રસિંહ, બાબુસિંહ ચૌહાણ મોટર સાઈકલ પર તથા અજય ભાટીયા અને દર્પણ સગર એકટીવા પર ઘરે જવા નિકળેલા ત્યારે સાંજે પ-૩૦ કલાકે સાકરીયા વિસ્તાર શાળા નં.૧ પાસે બધા મિત્રો આવતા આંગણવાડી પાસે મયુર ભુપેન્દ્રભાઈ સગર બેઠેલો હતો. જેને શુટીંગમાં સાથે ન લઈ જવાતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને દર્પણ રમણભાઈ સગરને અપશબ્દો બોલી કહેલ કે તમે શુટીંગ કરવા જતા નથી ધતીંગ કરો છો તેવું જણાવી મોટર સાઈકલ પાસે આવી ઝપાઝપી કરવા લાગેલ અને મયુરે તેના પેન્ટમાંથી મરચુ કાઢી દર્પણને આપવા જતાં હેમેન્દ્રસિહં વચમાં પડતાં મયુરે ચપ્પુ હેમન્દ્રસિંહને મારવા જતાં જમણો હાથ વચ્ચે નાંખી દેતાં હાથની હથેળી ઉપર ઈજાઓ થયેલ અને તે ચપ્પુ સીધુ હેમેન્દ્રસિંહને છાતીના ભાગે પેસી ગયેલ જેથી હેમેન્દ્રસિંહ નીચે પડી ગયેલો, બાદમાં મયુર અજય ભાટીયાને મારવા જતાં તે એકટીવા મુકી નાસી ગયેલ. બાદમાં નગીનસિંહ અને દર્પણ બંને જણા હેમેન્દ્રસિંહને મોટર સાયકલ પર ઈડરની સિવીલ હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ સારવાર દરમ્યાન હેમેન્દ્રસિંહનું મોત થયેલ. બાદમાં સિવીલ હોસ્પિટલમાં અજય ભાટીયા અને મયુર સાગર તેના એકટીવા પર આવેલા અને ત્યાંથી મયુર સાગર એકટીવા પર હોસ્પિટલમાંથી નાસી ગયેલ.
 
મયુરને શુટીંગમાં સાથે ન લઈ જતાં તેની અદાવત રાખી ચપ્પુથી હેમેન્દ્રને જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવવા બદલ તેની વિરૂધ્ધ નગીનસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.