અરવલ્લીમાં સગર્ભા મહિલાને ડેન્ગ્યુ પોઝિટિવ રીપોર્ટને પગલે અમદાવાદ સારવાર માટે ખસેડાઈ

અરવલ્લી : ચાલુ સાલે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. બીજી બાજુ બપોર સુધી ગરમી અને બફારો લાગી રહ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ડબલ ઋતુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે બિમારીઓએ પણ માથુ ઉંચક્યું છે. જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ધીમે પગલે પ્રવેશ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તાલુકાના વલ્લાવાંટા ગામની એક સગર્ભા મહિલાને ડેન્ગ્યુ પોઝીટીવ રીપોર્ટ આવતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દિવસે ભારે ગરમી અને બફારો લોકોને સહન કરવો પડી રહ્યો છે સાથે સાથે વરસાદ પણ ઝાપટાં નાખી દે છે. કેટલાક ઠેકાણે ભારે વરસાદ વરસે છે ત્યારે જિલ્લામાં ચોમાસાની સીઝનમાં થયેલા ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ધીમા પગલે પ્રવેશ કરી રહ્યો હોય તેમ તાલુકાના વલ્લાવાંટા ગામની એક સગર્ભા મહિલાને તાવ આવતાં સારવાર લેવાની શરૂ કરી હતી.બાદમાં તેનું લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવતાં સગર્ભા મહિલાને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. સગર્ભા મહિલાનો ડેન્ગ્યુ પોઝીટીવ રીપોર્ટ આવતાં દોડધામ મચી હતી અને મહિલાને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડી દેવામાં આવી હતી. વલ્લાવાંટા ગામમાંથી ડેન્ગ્યુનો પોઝીટીવ કેસ ઝડપાતાં જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.