પાલનપુર નગરપાલિકાના નગરસેવકો શહેરને રેઢું મૂકી ગોવાની સહેલગાહે

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તેઓને હેડ ક્વાટર્સ ન છોડવાની તાકીદ કરાઈ છે. ત્યારે બીજી બાજુ ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના ભાજપી નગર સેવકો શહેરને રેઢું મૂકી ગોવાની સહેલગાહે ગયા હોવાની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો ટોક ઓફ ધી ટાઉન બની છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના શાસક પક્ષ ભાજપના ડઝનથી વધુ નગરસેવકો ગોવાની સફરે ગયા હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. હાલમાં એક બાજુ ભારે વરસાદની આગાહી છે. ત્યારે શહેરમાં ઠેરઠેર કાદવ કિચ્ચડ વચ્ચે રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે શહેરીજનોની વ્હારે આવવાને બદલે પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો કટાણે ગોવાની સહેલગાહે જતા સમગ્ર મામલો ચર્ચાની એરણે ચડ્‌યો છે. 
પાલનપુર સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અને અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તેઓને હેડક્વાટર્સ ન છોડવાની તાકીદ કરાઈ છે. ત્યારે બીજી બાજુ ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના ભાજપી નગરસેવકો શહેરને રેઢું મૂકી ગોવાની સહેલગાહે ગયા હોવાની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો ટોક ઓફ ધી ટાઉન બની છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના શાસક પક્ષ ભાજપના ડઝનથી વધુ નગરસેવકો ગોવાની સફરે ગયા હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. હાલમાં એક બાજુ ભારે વરસાદની આગાહી છે. ત્યારે શહેરમાં ઠેરઠેર કાદવ કિચ્ચડ વચ્ચે રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે શહેરીજનોની વ્હારે આવવાને બદલે પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો કટાણે ગોવાની સહેલગાહે જતા સમગ્ર મામલો ચર્ચાની એરણે ચડ્‌યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.