02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસાના વેપારીની જમીનની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ

ડીસાના વેપારીની જમીનની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ   16/09/2019

 
ડીસા : ડીસા ખાતે રહેતા અને અમદાવાદ ખાતે જમીન લે વેચનો વ્યવસાય કરતા વેપારી એ અમદાવાદ ખાતે રહેતા અન્ય જમીન દલાલો સાથે મળી ભાગીદારીમાં જમીન રાખેલ. જે પેટે તેમને અન્ય જમીન દલાલને કેટલીક રકમ પણ ચૂકવી હતી. જોકે બાદમાં આ જમીન આપનાર દલાલો ન તો જમીન બતાવી કે  રૂપિયા પરત આપતા આ મામલે ડીસાના વેપારીએ આ ઈસમો વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી  છે.
આ અંગેની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા ખાતે રહેતા ચમનલાલ નારણજી સોલંકી અમદાવાદ ખાતે જમીન દલાલીનો વ્યવસાય કરે છે. જેમણે જમીનની દલાલી કરતા ભૂરાભાઈ ચેહરા  દેસાઈ અને ગોવિંદભાઇ દેસાઈ બન્ને રહે અમદાવાદ પાસેથી ભાગીદારીમાં ઘુમા અંમદાવાદ ખાતે જમીન રાખેલ છે. જે જમીન પેટે તેમણે આ બન્નેને ૮૦૧૦૦૦  રૂપિયા આપેલા. જે બાદ તેમણે આ જમીન બાબતે પૂછતા અવાર નવાર બહાના કાઢી જમીન કે પૈસા પરત ન આપતા તેમણે આ બાબતે ગત તારીખ ૧૨/૯/૧૯ ના રોજ આ બન્ને ઈસમો ડીસા નીલકંઠ પ્લાઝાની ઓફિસ આવેલા અને મેં મજીયારી જમીન વિશે આપેલા નાણા પરત માંગતા આ બને ઈસમોએ કહલે કે શાના પૈસા અને શાની વાત ? કહી આવેશમાં આવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહેલ જેથી આ બાબતે ચમનલાલ સોલકીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આ બન્ને  વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

Tags :