કાંકરેજ તાલુકાનાં ચાંગા ગામે વીજકરંટ લાગતાં આર્મીમેનનું કરુણ મોત

કાંકરેજ તાલુકાનાં થરા-ભાભર રોડ પર આવેલ ચાંગા ગામે ચાલીસ દિવસ પહેલાજ પોતાના ઘરે રજા ઉપર પર આવેલ આર્મીમેન બાબુભાઈ બાવાભાઈ પટેલને ગઇકાલે બપોરના સુમારે બોર ઊપર વીજ ડીપીનું લંગર ચડાવતા વીજકરંટ લાગ્યો હતો.જેમને તાત્કાલીક થરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ.જયાં ફરજ પરના તબીબે તપાસ કરતાં કરુણ મોત થયેલ જણાતાં  બાબુભાઈ પટેલને થરા રેફરલ ડોકટરે મૃત જાહેર કરતાં પરિવાર જનોએ રોકકળ કરી મુકી હતી. મૃતક આર્મીમેન બાબુભાઈ બાવાભાઈ પટેલ ૨૦૦૬થી આર્મીમાં ફરજ બજાવતા હોવાનુંને હાલમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે તેમની બટાલીયન હોવાથી ત્યાં જવા પ્લેનની ટીકીટ પણ કઢાવી હતી.ન જાણ્યું જાનકી નાથે સવારે તેમનું મોત થયું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.