IND vs SL, 2nd T20: ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો, શ્રીલંકાને બેટિંગનું આમંત્રણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ઇંદોર ખાતે સિરીઝની બીજી ટી૨૦ મેચ થવાની છે. આ સિરીઝની પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ત્યારે હવે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. મળતી માહિતી મુજબ ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
 
ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ટીમમાં શિખર ધવન અને જસપ્રિત બુમરાહ ઘણા સમય પછી વાપસી કરી રહ્યા છે. શિખર ધવન બેટિંગ તો બુમરાહ બોલિંગનો ભાર સંભાળશે. આ સિવાય લોકેશ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), શ્રેયસ અય્યર, રિષભ પંત(વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદિપ યાદવ, નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્મા અને મોહમ્મદ શામીને હાલ આરામ આપવામાં આવ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.