મિત્રની હત્યા કરી તેની પત્નીને ભાઈ સાથે પરણાવવા માગતો હતો, દારૂના નશામાં કરી દીધો હત્યાનો ખુલાસો

એક યુવકે તેની પડોશમાં રહેતા મિત્રની હત્યા કરી જેથી તે મૃતક મિત્રની પત્નીના લગ્ન તેના ફોઈના દીકરા સાથે કરી શકે અને પિતરાઈ પાસેથી રૂ. 50,000 લઈને તે પોતાનું દેવું ઉતારી શકે. યુવકે પિતરાઈ સાથે મળીને 13 જૂને સિમરોલના જંગલમાં મિત્રની હત્યા કરી હતી. આરોપીઓએ યુવકની ઓળખ ન થઈ શકે તેથી તેનું માથું કચડી નાખ્યું હતું. 55 દિવસથી આ કેસ પોલીસ માટે એક મુશ્કેલ પ્રશ્ન બન્યો હતો.
 
વિજય નગર સીએસપી જયંત રાઠોડે જણાવ્યું કે, ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપીઓ અડ્ડા પર બેસીને દારૂ પી રહ્યા હતા અને નશામાં તેમણે સિમરોલની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ વિશે પોલીસને જાણ થતાં જ તેમણે બંનેની કડક રીતે પૂછપરછ કરી હતી. સીએસપીના જણાવ્યા પ્રમાણે, જેની હત્યા થઈ છે તેનું નામ રાહુલ છે અને તેની ઉંમર 21 વર્ષ હતી. તે મૂળ અલાહાબાદના ઈસોટાગામમાં રહેતો હતો.
 
થોડા દિવસ પહેલાં જ રાહુલ પત્નીની સાથે ઈન્દોર કામની તપાસ માટે આવ્યો હતો. વિજય નગરમાં રહેતો હતો ત્યારે તેની મિત્રતા દીપક ઠાકુર સાથે થઈ. દીપક એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો. તેને જુગાર રમવાની પણ આદત હતી અને તેના કારણે તેના પર રૂ.75,000નું દેવું થઈ ગયું હતું. જેને તે ચૂકવી નહતો શકતો. દીપકની રાહુલની પત્ની કિરણ સાથે પણ સારી મિત્રતા હતી. તે કિરણના લગ્ન સાગરમાં રહેતા ફોઈના દીકરા દિનેશ રાજૂપત સાથે કરાવવા માગતો હતો. તેણે દિનેશને ઈન્દોર બોલાવી દીધો હતો. રૂ. 50,000માં તેના લગ્ન કરાવવા માગતો હતો.
 
પિતરાઈ ભાઈઓ દીપક અને દિનેશે ભેગા મળીને રાહુલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને બાઈક પર ત્યાંથી ઓંકારેશ્વર લઈ આવ્યા હતા. ત્યાંથી વળતી વખત તેમણે દારૂની બોટલ લીધી અને સિમરોલના જંગલમાં બેસીને પીધી. તે દરમિયાન દીપક અને દિનેશે ભેગા થઈને રાહુલ પર મોટા પથ્થરથી હુમલો કરી દીધો હતો. તેની ઓળખ ન થઈ શકે તેથી રાહુલનો ચહેરો પણ કચડી દેવામાં આવ્યો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેમણે કહ્યું કે, રાહુલને નોકરી મળી ગઈ છે અને તે કામ પર ગયો છે. ઘણાં દિવસ સુધી જ્યારે રાહુલ પાછો ન આવ્યો તો કિરણે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પોલીસ રાહુલની પત્નીની પણ પૂછપરછ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.