ડીસાની મધ્યમાં વધુ એક ઓવરબ્રિજ આકાર પામશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા ઘેરી બનવાની સાથે માર્ગ અકસ્માતમાં પણ વધારો થયો છે. તેના પગલે સરકાર દ્વારા   માર્કેટયાર્ડથી બનાસ પુલ સુધી ચાર કિ.મિ. લાંબા  ઓવરબ્રિજની મંજૂરી મળી છે અને તેની  કામગીરી પણ પુર જોશમાં હાલમાં  ચાલી રહી છે આ બ્રિજ બન્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે  તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે પરંતુ હાઇવેની સાથે  મુખ્ય બજારમાં પણ દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા પેચિદી બની રહી છે  શહેરી વિસ્તાર વધવા  સાથે  શહેરમાં પણ આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા  વધુ ઘેરી બનશે.  જોકે માથાના દુખાવા સમી આ સમસ્યાને નાથવા માટે આગોતરા આયોજનના ભાગ રૂપે ડીસાના નવીન બસ સ્ટેન્ડથી એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ સુધીમાં ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત પણ  પાલિકા દ્વારા સરકારમાં મોકલી આપવામાં આવી છે અને આ બ્રિજ મંજુર થતાની સાથે જ ટ્રાફિકની સમસ્યા આપમેળે ઘટી જશે. નવા વર્ષની આ શાનદાર ભેટથી શહેરીજનોમાં હર્ષોલ્લાસ છવાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.