વડાપ્રધાન મોદીની તસ્વીરો ખાનગી કંપનીઓની જાહેરાતમાં ઉપયોગ કરવા બાબતે સાવધ થયેલ કેન્દ્ર સરકાર ટ્રેડ માર્ક કાયદો ૧૯૫૦માં સજાની જોગવાઈ લાવી રહી છે. આમા મામૂલી દંડમા ૪૦૦ ગણો વધારો કરીને બે લાખ કરવામાં આવશે. ગ્રાહક મંત્રાલય સાત દાયકા જૂના કાયદામાં ફેરફારનો મુસદ્દો તૈયાર કરી ચૂકયુ છે. મુસદ્દા પર સાર્વજનિક સલાહ અકિલા લીધા પછી કાયદા મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરીને કેન્દ્રીય કેબીનેટને મોકલવામાં આવશે. કેબીનેટની મંજુરી મળ્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે.
સરકારે જાહેરાતમાં વડાપ્રધાનની તસ્વીર મુકનાર રીલાયન્સ જીયો ઈન્ફોકોમ અને પેટીએમને ગયા વર્ષે નોટીસ આપી હતી. હાલમાં આ કાયદા હેઠળ વધુમાં વધુ ૫૦૦ રૂ. દંડની જોગવાઈ છે. જણાવવામાં આવે છે કે ગયા વર્ષે સરકારે નોટીસ મોકલ્યા પછી બન્ને કંપનીઓ પર દંડ પણ લગાવ્યો હતો. ત્યાર પછી કાયદામાં ફેરફાર માટેની રૂપરેખા તૈયાર કરાઈ રહી હતી. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ મુસદ્દામાં પહેલવાર ઉલ્લંઘન કરવા માટે ૨ લાખ રૂપિયા દંડની રકમ નક્કી કરાઈ છે. એકથી વધુ વાર ઉલ્લંઘન ઉપર દંડની રકમ વધીને પાંચ લાખ સુધી થઈ શકે છે.
આ કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરે તો ૩ થી ૬ મહિનાનો કારાવાસ પણ થઈ શકે છે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલ આ પ્રકારના કાયદાઓ પર ધ્યાન આપીને દંડની રકમમાં વધારો કરાયો છે. આ કાયદો વડાપ્રધાનનું નામ અને ફોટાનો ઉપયોગ વેપારી ઉદ્દેશ્ય માટે કરવાથી રોકે છે.ઙ્ગ સપ્ટેમ્બર ૨૦૧૬માં રીલાયન્સ જીયોએ પોતાની જાહેરાત દ્વારા જીયો ૪-જી સેવાને મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના ડીઝીટલ ઈન્ડીયાના નામે પ્રસારીત કરી હતી. ૮ નવેમ્બર ૨૦૧૬ની નોટબંધી જાહેરાત કરી પેટીએમે પોતાની જાહેરાતમા આ પગલાને ઈ-વોલેટનો ઉપયોગ વધારવામાં મદદરૂપ જણાવીને તેનુ સ્વાગત કર્યુ હતું. તેના દ્વારા છપાયેલી જાહેરાતોમાં વડાપ્રધાન મોદીનો ફોટો હતો.
Tags :