02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ફેસબૂકનું માર્કેટ કેપ રૂ.8.65 લાખ કરોડ ઘટ્યું, શેર હજુ તૂટશે તો વધુ નુકસાનને રેકોર્ડ બનશે

ફેસબૂકનું માર્કેટ કેપ રૂ.8.65 લાખ કરોડ ઘટ્યું, શેર હજુ તૂટશે તો વધુ નુકસાનને રેકોર્ડ બનશે   27/07/2018

ફેસબૂકનો શેર બુધવારે આફ્ટર ટ્રેડિંગ અવર્સમાં 20 ટકા તૂટીને 173.50 ડોલર પર બંધ રહ્યો હતો. આ કારણે કંપનીની માર્કેટ કેપ 8.65 લાખ કરોડ રૂપિયા (126 અબજ ડોલર) ઘટી ગઇ હતી. કારોબાર દરમિયાન શેર 24 ટકા તૂટ્યો હતો. નિયમિત ટ્રેડિંગ શરૂ થતા પહેલા ગુરુવારે પણ આ સ્થિતિ રહેશે તો અમેરિકન શેરબજારના ઇતિહાસમાં એક દિવસનું સૌથી મોટું નુકસાન થશે. તે પહેલા પહેલી સપ્ટેમ્બર 2000ના રોડ ઇન્ટેલને 6.25 લાખ કરોડ રૂપિયા (91 અબજ ડોલર)નું નુકસાન થયું હતું. જુલાઇ 2012માં ફેસબૂકના શેરમાં એક દિવસમાં 12 ટકાનો ઘટાડો આવ્યો હતો.
 
ભારતની સૌથી મોટી કંપની ટીસીએસનું માર્કેટ કેપ 7.57 લાખ કરોડ રૂપિયા છે. બીજા નંબરની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ 7.07 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના 128 દેશોની જીડીપી 7 લાખ કરોડ રૂપિયા (100 અબજ ડોલર)થી ઓછી છે. ફેસબૂકને બુધવારે એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા, જે અપેક્ષાથી નબળા હતા. જૂનમાં દરરોજ સક્રિય રહેતા યુઝરની સંખ્યા 1.47 અબજ હતી. કંપનીના સૌથી મોટા બજારોમાં સામેલ અમેરિકા અને કેનેડામાં ડેઇલી એક્ટિવ યુઝરની સંખ્યા 18.5 કરોડ રહી. ગયા વર્ષે જૂનમાં પણ આ આંકડો લગભગ એટલો રહ્યો હતો. યુરોપમાં ડેઇલી યુઝર 1 ટકા ઘટ્યા હતા. કંપનીની રેવન્યુ 42 ટકા વધીને 13.2 અબજ ડોલર રહી. તે બજારની અપેક્ષાથી ઓછી છે. એનાલિસ્ટ્સે 13.3 અબજ ડોલરનું અનુમાન રાખ્યું હતું. કંપનીના અધિકારીઓએ કહ્યું કે આગામી થોડા મહિનાઓમાં યુઝર વધુ ઘટી શકે છે. આ જાહેરાતો પછી કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો.
 
ફેસબૂકના શેરમાં ઘટાડાથી કંપનીના સીઇઓ માર્ક ઝુકરબર્કની નેટવર્થ 1.15 લાખ કરોડ રૂપિયા (16.8 અબજ ડોલર) ઘટી ગઇ. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ પ્રમાણે, વિશ્વના 500 ધનિકોમાંથી 435ની સંપત્તિ 1.15 લાખ કરોડ રૂપિયાથી ઓછી છે. ઝકરબર્ગ 5.94 લાખ કરોડ (86.5 અબજ ડોલર)ની સંપત્તિ સાથે આ ઇન્ડેક્સમાં ત્રીજા નંબર પર છે. પહેલા નંબર પર એમેઝોનના જેફ બેઝોસ અને બીજા નંબરે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ છે.

Tags :