ભાભીના ઝઘડાનું વેર વાળવાં ૩ વર્ષનાં સગા ભત્રીજાને પાણીમાં ડૂબોડી મારી નાખ્યો

હાલ સામાન્ય ઝઘડો પણ કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો એક કિસ્સો પંચમહાલના હાલોલમાં સામે આવ્યો છે. હાલોલમાં ભાભી સાથે થયેલાં ઝઘડાનું વેર રાખવા માટે સગા કાકાએ પોતાના ૩ વર્ષના ભત્રીજાને પાણીની ટાંકીમાં ડૂબોડી-ડૂબોડીને મારી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે કિલર કાકા સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડી પાડ્યો છે.ઘટનાની વિગતમાં વાત કરીએ તો, હાલોલ GIDCમાં સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં પતિ પોતાની પત્ની-પુત્ર અને એક ભાઈ સાથે રહેતો હતો. પરમદિવસે રાત્રે ભાભી અને દિયર વચ્ચે ટેપ રેકોર્ડર પર ગીત વગાડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. પણ આ બોલાચાલીને દ્વેષ દિયરના મનમાંથી ગયો ન હતો. અને તેણે ભાભી સામે બદલો લેવાનું મન બનાવી લીધું હતું. પણ આ માટે તેણે જેને નિશાન બનાવ્યો કલ્પના બહાર હતું. ભાભી સાથે થયેલ ઝઘડાનો બદલો લેવા તેણે પોતાના ૩ વર્ષના સગા ભત્રીજાને પસંદ કર્યો હતો.રાત્રિના સમયે જ્યારે બાળક સૂઈ ગયો હતો, ત્યારે કાકા તેની પાસે આવીને તેને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા. અને પાણીની ટાંકીમાં લઈ જઈ તેને ડૂબોડી ડૂબોડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને ભત્રીજાની લાશને ટાંકીમાં જ ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો. પણ કાકાની આ સમગ્ર કરતૂત કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકની હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. અને આરોપી કાકાને પોતાના સકંજામાં લઈ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.