જુનાડીસાની પીડિતાએ ત્રિપલ તલાક સામે ફરિયાદ નોંધાવી

ડીસા
કેન્દ્ર સરકાર દ્વારા  લઘૂમતી સમાજની દીકરીઓને ત્રણ તલાકની અમાનવિય પરંપરા સામે કાયદાનું કવચ આપ્યું છે.ત્યારે વારંવાર સમાધાન બાદ પણ સાસરિયાના અમાનુષી અત્યાચારથી માથે પાણી ફરી વળતા કંટાળેલી જુનાડીસાની મુસ્લિમ પીડીતાએ નાછૂટકે પતિ સહિત સાસરિયા સામે કાયદાનું શસ્ત્ર ઊગામ્યુ છે. જે જિલ્લામાં તલાક વિરોધી પ્રથમ ફરિયાદ છે.   
આ અંગેની ટૂંકી વીગતો અનુસાર ડીસા તાલુકાના શિક્ષિત ગણાતા જુનાડીસા ગામે રહેતા પત્રકાર મહંમદઅલી ડોસમહંમદ ચાવડાની પુત્રી સાહિસ્તાબાનુના લગ્ન આજથી નવેક વર્ષ પહેલાં કુંભાસણ ગામના અને હાલમાં પાલનપૂર ખાતે રહેતા અફજલખાન અહમદખાન ખાન પરમાર સાથે થયા હતા જેમા તેના પિતાએ યથાશક્તિ કરિયાવર સમાજની સાક્ષીએ આપ્યું હતું. લગ્ન બાદ તેણી સંયુક્ત કુટુંબમાં રહેતી હતી પણ લગ્નના થોડા સમયમાં જ સાસરિયાએ પોત પ્રકાશી દહેજ પેટે સ્કોર્પિયો ગાડી લાવવા દબાણ શરૂ કરી દીધું હતું પરંતુ તે અને તેના પરિવારજનો તેનો સંસાર ન બગડે તે હેતુથી મન મોટું રાખી  સમાધાન કરી તેને સાસરે મોકલતા હતા. લગ્ન જીવનમાં તેણીની કુખે બે દીકરીનો જન્મ  થયો હતો  છતા પતિ, સસરા ,સાસુ નણદ અને દિયર દ્વારા અવારનવાર  મહેણા  મારી 'તું ગરીબ બાપની દીકરી છે  કરિયાવરમાં તને કઈ આપેલ નથી  હવે જા ત્યાંથી વધારે દાગીના લઈ આવ'  તેમ કહેતા તેણીએ  કહેલ કે 'મારા બાપ પાસે આટલી બધી સગવડ નથી હું લાવી નહિ શકું'  તેથી અવારનવાર તેઓ શારીરિક માનસિક ત્રાસ આપી વાંરવાર સાસરીમાંથી કાઢી મુક્તા હતા અને તેમના કાકા સસરાઓ અને અન્ય સગાં વહાલાઓ હવેથી આવું નહિ થવા દઈએ એમ કહી વિશ્વાસ આપી સમાધાન કરી લઇ જતા હતા અને સંસાર ના બગડે એટલે આ બધું સહન કરતી હતી આ અગાઉ ગત તારીખ  ૨૦/૫/૧૧ ના રોજ મારઝૂડ કરી ઉપર ગરમ ચા નાખી હતી  આ બાબતે તેણે તેના પિતાને વાત કરતા તેઓ તેને પિયર લઈ ગયેલા અને તે બાદ તેના પતિ સામે  ડીસા કોર્ટ માં ભરણ પોષણ નો કેસ દાખલ કરતાં  માંગેલ જે કેસ મંજુર થયેલ અને કોર્ટે ભરણ પોષણ ભરવાનો હુકમ કરેલ જે ના ભરતા અંદાજે ત્રણેક લાખ રૂપિયા જેટલી રકમ ચડી ગયેલ અને તે રકમ ભરવી નાં પડે તેવા બદઇરાદે ફરીને સગાવ્હાલા દ્વારા કરગરીને પરત સાસરે લઇ ગયેલા જ્યાં થોડો સમય સારી રીતે રાખી ફરીથી ત્રાસ આપવાનું શરૂ કરેલ આમ અવારનવાર ત્રાસ આપવાનું ચાલુ રાખેલ ત્યારબાદ તારીખ ૪/૭/૧૯ ના રોજ તેણીનાં સાસુએ ઝઘડો કરી તેણીનાં નણદ, દિયર અને સસરા દ્વારા તેના પતિની  ચઢામણી કરી આને રાખવી નથી તું આને તલાક આપી દે  તેમ કહેતા  તેના પતિએ મારઝૂડ કરી  તેણીને જા તને તલ્લાક તલ્લાક અને તલ્લાક આમ ત્રણ વખત તલાક બોલી બે દીકરીઓ સાથે ઘરમાથી કાઢી મુક્તા પીડિતાએ આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે તેના પતિ ,સાસુ ,સસરા , નણદ અને દિયર  સામે  દહેજ મામલે મારઝૂડ કરવા અને તલાક આપવા મામલે પોલિસ ફરિયાદ નોંધાવી હતી જેથી તાલુકા પોલીસે મુસ્લિમ વુમન પ્રોટેક્શન એકટ- ૨૦૧૯ ની કલમ ૩ અને ૪ મુજબ તથા આઈ. પી.સી. કલમ ૪૯૮ (અ),૩૨૩,૨૯૪ (ખ) અને ૧૧૪ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.