રાણીની વાવ ખાતે તા. ર૩ થી ૨૭ સપ્ટેમ્બર સુધી પર્યટન પર્વની ઉજવણી કરાશે

 
 
પાટણ
પાટણની વિશ્વ પ્રસિધ્ધ રાણીની વાવ ખાતે તારીખ ૨૩-સપ્ટેમ્બરથી લઇ તારીખ ર૭ સપ્ટેમ્બર સુધી પર્યટન પર્વની ઉજવણી કરાનાર છે. વૈશ્વીક માન્યતા ધરાવતી રાણીની વાવ ખાતે પર્યટન પર્વની ઉજવણી શાનદાર રીતે કરવા તેમજ કાર્યક્રમનું આયોજન માટે જિલ્લા કલેકટર આનંદ પટેલે  જણાવ્યું હતું કે,રાણીની વાવ બહુમુલ્ય સ્થાપત્ય વિરાસત છે. પર્યટન પર્વ નિમિત્તે રાણીની વાવને આકર્ષક રોશનીથી શણગારવામાં આવશે. આ માટે સંકુલની સાફ-સફાઇ, પોલીસ બંદોબસ્ત, પાર્કગ વ્યવસ્થા વગેરે બાબતોની વ્યવસ્થા ગોઠવવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી. સદરહુ આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગત વર્ષની પ્રણાલિ મુજબ ચાલુ વર્ષે પણ દેશના વિવિધ સ્થળોએ પર્યટન પર્વની ઉજવણી કરાનાર છે. આ આયોજનના ભાગરૂપે રાણીની વાવ ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાનાર છે. પર્યટન પર્વ નિમિત્તે સાંજે ૭-૦૦ કલાકથી ૧૦-૦૦ કલાક સુધી પર્યટકોને રાણીની વાવ સંકુલમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જી.પ્રજાપતિ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશભાઇ પરમાર, પુરાતત્વ ખાતાના અધિકારીઓ તેમજ ટુરીઝમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.