વાવના નવથી વધુ ડીગ્રી વગરના તબીબોને આરોગ્ય વિભાગની નોટીસ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ,વાવ : રાજય સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જે મેડીકલ ઓફિસરના સેજામાં ડીગ્રી વગરના ઉઘાડપગા તબીબો ઝડપાશે તો મેડીકલ ઓફિસર વિરૂદ્ધ જિલ્લા આરોગ્ય અધિકારી શિક્ષાત્મક પગલાં ભરશે જે પરિપત્રને લઈ ગતરોજ વાવ શહેર ખાતે જવાબદાર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી અને ૯ થી વધુ ઉઘાડપગા તબીબોને નોટીસો આપતા ઉંટવૈદ્યો હકીમોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગની નોટીસના પગલે ડીગ્રી વગરના તબીબોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય તંત્રની ટીમના તપાસના પગલે ડીગ્રી વગરના તબીબોના દવાખાના ના શટરો પણ ટપોટપ બંધ થવા       લાગ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.