ગુજરાતમાં આજથી ૧૬ ચેકપોસ્ટ નાબૂદ થશે

અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલથી ૧૬ ચેકપોસ્ટ નાબૂદ થઇ જશે. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આ ચેકપોસ્ટના રુટવાળા વાહનોના દંડ ઇ-ચલણથી વસુલ કરવામાં આવશે. સાથે સાથે કેટલીક નવી બાબતો પણ અમલી બનવા જઈ રહી છે. ચેકપોસ્ટ નાબૂદ થતાં સમય લોકોનો બચી શકશે. સાથે સાથે લાંબી લાઈનોથી પણ રાહત મળશે. ગુજરાત સરકારે ૧૪મી નવેમ્બરના દિવસે ઐતિહાસિક નિર્ણય કરીને વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટો કાયમી ધોરણે ૨૦મી નવેમ્બરથી નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને હવે આવતીકાલથી અમલી કરવામાં આવનાર છે. ચેકપોસ્ટ નાબૂદ કરવાથી રાજ્ય સરકાર રોડ સેફ્ટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો, ટ્રાન્સપોર્ટ વાહનો, પસંદગીના નંબરો, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, ટેક્સઅને ફીની ચુકવણી અરજદાર આરટીઓ કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠા આ સેવાઓ મેળવી રહ્યા છે. આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિના બદલે આવતીકાલે ૨૦મી નવેમ્બરથી ઇ-ચલણ પર હેન્ડ હેલ્ડ ડિવાઇઝથી થશે. ચેકિંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડિવાઇસ આપવામાં આવી ચુક્યા છે. આ સાધનના ઉપયોગ દ્વારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી ચુક્યો છે. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ વેપાર ઉદ્યોગોમાં રાહત થશે. વાહન વ્યવહારની ઝડપ વધી જશે. ઇંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે. વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફીની ચુકવણી ઓનલાઈન કરી શકશે. રાજયમાં ૧૬ ચેક પોસ્ટ આવતીકાલે નાબૂદ થયા બાદ  વાહન ચાલકો ટેક્સ અને ફી પરિવહન.ગવ.ઇન પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર ૩૩૨ કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવનાર છે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્‌યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવનાર છે. રાજયની ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલીટેકનીકમાંથી લ‹નગ લાયસન્સ (કાચા લાયસન્સ) આપવાની શરૂઆત થઇ ચુકી છે.  ૧૫ નવેમ્બરથી લ‹નગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે જેથી નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર નથી અને પોતાના સમયને પણ સામાન્ય લોકો બચાવી રહ્યા છે. બીજી બાજુ કાચા લાયસન્સ આઇટીઆઇ કક્ષાએથી ઇશ્યુ કરાશે. ૨૯ પોલીટેકનીક કોલેજમાંથી ૨૫મી નવેમ્બરથી કાચા લાયસન્સ ઇશ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.