જીરાના ગોડાઉનમાં સિક્યોરેટી ને બંધક બનાવી લૂંટ મચાવતા પાંચ ઝડપાયા

સમગ્ર ગુજરાતમાં સ્પાઈસ સીટી તરીકે ઓળખાતા મહેસાણાના ઊંઝામાં જીરુંની લૂંટની ઘટના બનવા પામી છે. જેમાં ગોડાઉનમાં સિક્્યુરીટીને બંધક બનાવીને સ્ટોરેજ કરેલું જીરુંની બોરીઓની કેટલાક શખ્સોએ લૂંટ ચલાવી હતી. જેના ગણતરીના કલાકોમાં આરોપીઓ પણ ઝડપાઈ ચુક્્યા છે.
મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીક આવેલા એક ગોડાઉનમાં ત્રાટકેલા લુંટારૂઓએ રૂ.૮.૬૬ લાખના જીરૂની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત જાઈએ તો, ઊંઝામાં રહેતા ભરત શ્યામલાલ પટેલ નામના વેપારી જીરું, વરીયાળી, ઇસબગુલ, મેથી, એરંડાનો લે-વેચનો કમીશન એજન્ટ તરીકે વ્યવસાય કરે છે.
જેઓએ ઉનાવા પાસે શિહી ગામ નજીક ભવાની એસ્ટેટ નામનું ગોડાઉન ભાડે રાખીને તેમાં જીરૂનો સ્ટોક રાખ્યો હતો. જે ગોડાઉનમાં તા.૨૧.૧૧. ૨૦૧૮ની વહેલી સવારે ગોડાઉનના સિક્્યુરીટી ના માણસોને બંધક બનાવી જીરૂની લૂંટ થઇ હતી.
લૂંટ દરમ્યાન આવેલા લુંટારૂઓ લોખંડની પાઈપો અને ધારિયું લઈને સિક્્યુરીટી પર હુમલો કરીને ધાબળા ઓઢાડી દીધા હતા. અને લૂંટારૂઓ બે વાહનોમાં રૂ.૮.૬૬ લાખની કિંમતનું ૭૬ બોરી જીરું ભરી નાસી છુટ્યા હતા. જેમાંથી પાંચ શખ્સો મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ પાટણ જીલ્લાના ચાણસ્મા પાસેથી ઝડપાઈ ચુક્્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.