02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ચીનની ગુપ્ત શિબિરોમાં 10 લાખ મુસલમાનોને કેદ કર્યાનો UN રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

ચીનની ગુપ્ત શિબિરોમાં 10 લાખ મુસલમાનોને કેદ કર્યાનો UN રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો   11/08/2018

સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પેનલના મતે આ વાતનો વિશ્વસનીય રિપોર્ટ છે કે ચીન એ 10 લાખ ઉઇગર મુસલમાનોને ગુપ્ત શિબિરોમાં કેદ કરી રાખ્યા છે. માનવાધિકાર પેનલે શિનજિયાંગ પ્રાંતમાં સામૂહિક કસ્ટડી શિબિરોમાં કેદ ઉઇગર મુસલમાનોને લઇ ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રની નસ્લીય ભેદભાવ ઉન્મૂલન કમિટીના સભ્ય ગે મૈકડૉગલ એ આ દાવો કર્યો છે.
 
ચીનની નીતિઓના બે દિવસના રિવ્યુ દરમ્યાન કમિટીના સભ્ય એ કહ્યું કે પેઇચિંગે આ સ્વાયત્વ ક્ષેત્રની એક વિશાળ નજરબંદી શિબિર જેવું બનાવી રાખ્યું છે. એવું લાગે છે કે અહીં તમામ અધિકાર નિષિદ્ધ છે અને બધું જ ગુપ્ત છે. તેમના મતે ધાર્મિક ઉગ્રવાદથી છુટકારો મેળવવા માટે ચીન એ આમ કર્યું છે.
 
મૈકડૉગલ એ ચિંતા વ્યક્ત કરી છે કે માત્ર પોતાની જાતીય ધાર્મિક ઓળખના લીધે ઉઇગર સમુદાયની સાથે ચીનમાં દેશના દુશ્મનની જેમ વર્તાવ કરી રહ્યાં છે. તેમણે તમામ રિપોર્ટ્સના હવાલે કહ્યું છે વિદેશોમાંથી શિનજિયાંગ પ્રાંતમાં પાછા ફરનાર સેંકડો ઉઇગર સ્ટુડન્ટસ ગાયબ થઇ ગયા છે. તેમણે દાવો કતર્યો કેટલાંય કસ્ટડીમાં છે અને કેટલાંય કસ્ટડીમાં મરી પણ ચૂકયા છે.
 
ન્યૂયોર્ક ટાઇમ્સ પર આધારિત એએનઆઇના રિપોર્ટના મતે 50 સભ્ય ચીની પ્રતિનિધિમંડળ એ અત્યાર સુધી મૈકડૉગલના આરોપોનો જવાબ આપ્યો નથી. આ બધાની વચ્ચે સંયુકત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત યુ જિયાનહુઆ એ લઘુમતી માટે ચીનની નીતિઓનો વખાણી છે. તેમણે દાવો કર્યો છે કે આ નીતિઓ સદ્ભાવ અને એકતાને વધારવા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રના ઇકોનોમિક ડેવલપમેન્ટમાંથી 2 કરોડ ગરીબ લોકોને બહાર લાવ્યા છીએ.
 
આપને જણાવી દઇએ કે શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસલમાન બહુમતીમાં છે. ચીનના પશ્ચિમ ભાગમાં આવેલ આ પ્રાંતને સત્તાવાર રીતે સ્વાયત્ત જાહેર કરી રાખ્યા છે. કેટલાંય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ ઉઇગર મુસલમાનોને સામૂહિક કસ્ટડી કેમ્પોમાં રાખવા અને તેમના ધાર્મિક ક્રિયાકલાપોમાં હસ્તક્ષેપ કરવાને લઇ ચીનની ટીકા કરી છે.

Tags :