શામળાજી નજીકથી એનસીબીની ટીમે દોઢ કરોડના ચરસ સાથે બે ડ્રગ માફિયાઓને દબોચ્યા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ બાતમીના આધારે શામળાજી નજીકથી બાતમીના આધારે કારની ડેકીના પટ્ટાઓમાં છુપાડીને ઘુસાડાતા અંદાજે દોઢ કરોડથી વધુના મુલ્યનું ૧૨ કિલો ચરસનો જંગી જથ્થો જપ્ત કરી મુસ્તાક અને જાહિદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા. શામળાજી-રતનપુર ચેકપોસ્ટ મારફતે રાજ્યમાં આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ ઘુસાડવાની પેરવી કરનાર ઘટનાનો પર્દાફાશ કરવાની સાથે ચોકી ઉઠ્યા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા. ૪૮ પર આવેલ શામળાજી આશ્રમ ચોકડી નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી ચંદીગઢ પાસિંગની કાર (ગાડી.નં.-સીએચ  01 બીએફ  9466 ) માં ડેકીના પટ્ટાઓમાં છુપાવીને કાગળના બંડલમાં ઘુસાડાતા ૧૨ કિલો ચરસના જથ્થા સાથે મુસ્તાક અને જાહિદ નામના બંને શખ્શોની ધરપકડ કરી બંને શખ્શોની તલાસી લેવાની સાથે કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો મંગાવનાર સૂત્રધારની ઓળખ મેળવવાની સાથે શોધખોળ હાથ ધરી હતી
 
રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર-શામળાજી માર્ગે હેરાફેરી કરવામાં આવે છે. બુટલેગરો માટે સેફ હેવન ગણાતા આ માર્ગ પરથી હવે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવી રહ્યા છે. ૨ ઓગસ્ટ-૨૦૧૮ માં પણ એનસીબીની ટીમે ત્રાટકી શામળાજી નજીકથી કારમાં ૨ કરોડનું ૧૩.૫ કિલો ચરસના જથ્થા સાથે એક શખ્શની ધરપકડ કરી હતી. શામળાજી-રતનપુર રોડ મારફતે યુવાધનને નશાના રવાડે ચઢાવતા અને બરબાદીના પંથે ધકેલાતા માદક પદાર્થો જેવાકે હેરોઈન,ચરસ, ગાંજો, પોષ ડોડા  ઘુસાડવા પણ ઉપયોગમાં લેવાતા નાર્કોટિક્સ તંત્રના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. બંને શખ્શોને ભિલોડા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.