02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / શ્રીનગરમાં બબાલ, કુલગામમાં પોલીસકર્મી અને BJP કાર્યકરની હત્યા, જાણો અમિત શાહે શું કહ્યું

શ્રીનગરમાં બબાલ, કુલગામમાં પોલીસકર્મી અને BJP કાર્યકરની હત્યા, જાણો અમિત શાહે શું કહ્યું   22/08/2018

જમ્મૂ-કશ્મીરમાં બકરી ઈદ દરમિયાન ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરાયું છે. શ્રીનગરમાં રસ્તાઓ પર પથ્થરાજી સાથે પાકિસ્તાન અને આઈએસઆઈએસના ઝંડા લહેરાવાયા હતા. કુલગામમાં ઈદગાહની બહાર જ્યાં આતંકીને ઠાર મરાયો હતો ત્યાં જ પોલીસ કર્મીની હત્યા કરાઈ હોવાની જાણકારી મળી છે. ત્યાં જ અનંતનાગમાં પણ પથ્થરબાજના હાથમાં આઈએસઆઈએસના ઝંડા લહેરાવાયા હતા અને પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. પથ્થરબાજોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પુલવામાં મોડી રાત્રે આતંકીઓએ ભાજપ કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી.

અનંતનાગમાં પથ્થરબાજોએ પોલીસના વાહન પર પથ્થરમારો કર્યો. પોલીસ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયત્નોમાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામાં ભાજપના કાર્યકર્તાની હત્યા પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો. શાહે લખ્યું કે, ભાજપ કાર્યકર્તા શબ્બીર અહેમદ ભટના મોતના સમાચારથી ઘણો દુઃખી છું. આ કાયરતા ભરી હરકતની નિંદા કરું છું. આતંકવાદી કશ્મીરના યુવાનોને સારું ભવિષ્ય મળવાથી નહીં રોકી શકે. હિંસાનું આ ચક્ર લાંબો સમય નહીં ચાલે.

બકરી ઈદના તહેવારના કારણે પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવાઈ છે. જોકે, સુરક્ષા દળોની તત્પરતા છતાં બુધવારે સવારે શ્રીનગરમાં ઘણા વિસ્તારોમાં હિંસક હલચલની માહિતીઓ મળી રહી છે. કેટલાક પથ્થરબાજોએ સવારથી જ સેના અને સુરક્ષા દળો પર પથ્થરબાજી કરી, મીડિયા રિપોર્ટ્સના આધારે શ્રીનગરના મુખ્ય ચોરા પર પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો અને ભારત વિરોધી નારા લગાવાયા હતા.

Tags :