ડીસા પંથકમાં બર્ફિલા પવનોને લઈ કાતિલ ઠંડીનો ચમકારો

 
 
 
 
 
                                  જમ્મુ - કશ્મીર સહિત ઉત્તર પૂર્વના પર્વતીય રાજ્યોમાં થયેલી ભારે હિમ વર્ષાના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાતિલ શિયાળાની ફરી એકવાર જમાવટ થઈ છે જેને લઈ ડીસા સહીત જીલ્લામાં કોલ્ડવેવની Âસ્થતિ જાવા મળી રહી છે. ડીસા પંથકમાં ફરી એકવાર ૧૦ ડીગ્રી નીચે તાપમાનનો પારો સરકી જતાં લોકો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. 
ડીસા સહિત જિલ્લામાં શિયાળાની ઋતુ જામી છે. છેલ્લા ત્રણ ચાર દિવસની સમગ્ર પંથકમાં બર્ફિલા ઠંડા પવનોના કારણે શીત લહેર અનુભવાઈ રહી છે તાપમાનનો પારો અગાઉ ૧૪ ડીગ્રીએ જતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. પણ જમ્મુ - કાશ્મીર અને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી આક્રમક બની રહી છે જેથી લોકોને દિવસભર ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ લગ્નોત્સવની ભરપુર સિઝન ચાલી રહી છે ઠેરઠેર લગ્નના મંડપો બંધાયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વની પણ રાજ્યકક્ષાની ઉજવણી જીલ્લામાં થતી હોવાથી આ સમયે ઠંડીનું જાર વધતાં સરકારી કર્મચારીઓ સહિત આમ પ્રજાજનો તથા લગ્નોત્સવની મોજ માણતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.