વડોદરાનો એક યુવક રોજ રાત્રે ફૂટપાથ મફતમાં વાળ કાપીને ગરીબોની કરી છે સેવા

વડોદરા: વડોદરા શહેરનો એક યુવાન રોજ રાત્રે શહેરના ફૂટપાથ અને ખૂણાખાંચામાં જીવન પસાર કરતા, ભીખ માંગીને અથવા સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ભોજનથી પેટ ભરતા ગરીબ, મંદબુદ્ધી લોકોના વાળ કાપીને દાઢી કરી આપે છે. 5 વર્ષ પહેલા આ યુવાન તેના મામાના ઘરે જતો હતો. ત્યારે એક પાગલ ભીખારીને લોકો દૂરથી બિસ્કીટ ખવડાવી રહ્યા હતા. તેની હાલત ખુબ જ ખરાબ હતી. આ દ્રશ્ય જોતા યુવાનનું હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ. ત્યારથી રોજ રાત્રે આ યુવાન 10-30 વાગે ઘરેથી કટીંગ અને દાઢીનો સામાન લઇને નીકળે છે. રસ્તામાં ફૂટપાથ પર મોટા વાળ અથવા મોટી દાઢીવાળા લોકો મળે તેમને સમજાવીને તેમના હેર કટ તથા દાઢી કરી આપે છે. જરૂર જણાય તો તેમને નવડાવીને કપડાં પણ પહેરાવે છે.
 
"ચાર વર્ષ પહેલાં હું મામાના ઘરે જતો હતો. છાણી પાસે એક પાગલ ભીખારીને લોકો દૂરથી બિસ્કીટ ખવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોતા હું ઉભો થઇ ગયો હતો. થોડી વાર પછી હું પણ વિચાર કરતો મામાના ઘરે જતો રહ્યો હતો. મામાના ઘરે ગયા પછી પણ આ દ્રશ્ય આંખો આગળથી જતું ન હતું. મામાના ઘરે અડધો કલાક રોકાયા બાદ મામાના ઘરમાંથી કાતર લઇને નીકળી ગયો હતો અને સીધો છાણી આવી ગયો હતો. જ્યાં પાગલ ભીખારીને પકડીને તેની કટીંગ અને દાઢી કરી હતી. બસ તે જ દિવસથી મેં નક્કી કર્યું હતું કે, રસ્તે રખડતા, ફૂટપાથવાસીઓ, પાગલ, મંદબુધ્ધી વ્યક્તિઓના વાળ મોટા થઇ ગયા હોય દાઢી મોટી થઇ ગઇ હોય તેના વાળ કાપવા અને દાઢી કરવી. આજે પણ દિવસે મોરો ડ્રાઇવીંગનો વ્યવસાય અને રાત્રે ગરીબો-ફૂટપાથવાસીઓની સેવાનું કામ કરી રહ્યો છું."
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.