ખેડૂતો આનંદો! નવાં વર્ષે મોદી સરકાર ખેડૂતોને રૂપિયા ૧૨ હજાર કરોડ આપશે

કેન્દ્ર સરકાર નવાં વર્ષે ખેડૂતોને ખુબ મોટી ભેટ આપવા જઇ રહી છે. ૨ જાન્યુઆરીએ મોદી સરકારની ફ્લૈગશિપ PM-Kisan યોજન અંતર્ગત કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. એક રિપોર્ટએ સૂત્રોના હવાલાથી કહ્યું કે, કર્ણાટકના તુમકુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ કરોડ ખેડૂતો માટે ૧૨,૦૦૦ કરોડની રકમ જાહેર કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ખેડૂતોને ડિસેમ્બર મહિનામાં ૨,૦૦૦ રૂપિયાની રકમ મળી નથી. સરકારની યોજના નવા વર્ષે ખેડૂતોને એક સાથે તમામ રકમ આપવાની છે.આ નાણાકિય વર્ષની આ છેલ્લો હપ્તો હશે. આ હપ્તાથી ૬.૫ કરોડ ખેડૂતોને લાભ મળશે. આટલા ખેડૂતોનો ડેટા તેમના આધાર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ સાથે વેરિફાઇ કરી લેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર ૨૯ ડિસેમ્બર સુધીમાં લગભગ ૯.૨ કરોડ ખેડૂતોનો ડેટા ભેગો કરી ચૂકી છે.ઉત્તર પ્રદેશમાં કુલ ૨.૪ કરોડ ખેડૂતો છે, જેમા ૨ કરોડ ખેડૂતનો ડેટા મેળવી લેવામાં આવ્યો છે. આ સ્કિમમાં માત્ર પશ્ચિમ બંગાળના ખેડૂતોને ડેટા જ શામેલ નથી. કારણ કે, અહિંયા મમતા બેનરજીએ ખેડૂતોનો ડેટા આપવાથી ઇન્કાર કરી દીધો છે.આ યોજનાની શરૂઆત થયા બાદથી ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં કેન્દ્ર સરકારે ૩૫,૯૫૫.૬૬ કરોડ રૂપિયાની રકમ પહેલા હપ્તે ૭.૬૨ કરોડ ખેડૂતો, બીજા હપ્તે ૬.૫ કરોડ અને ત્રીજા હપ્તે ૩.૮૬ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરી ચૂકી છે. માત્ર નાણાકિય વર્ષ ૨૦૧૯માં સરકારે ૬,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.