૧૧૧૧૧૧ છોડની રોપણીથી ચમકેલું જુનાડીસાનું ગૌચર ઉજ્જડ બની ગયું : દબાણોની ભરમાર

ડીસા : ‘ગ્લોબલ ર્વોમિંગ'ની સમસ્યા થી સમગ્ર વિશ્વ આજે ચિંતિત બન્યું છે જેનાથી પર્યાવરણ સમતુલા જોખમાતા ઋતુ ચક્ર ખોરવાઈ જવા સહિતની વિવિધ આફતો સર્જાઈ છે જેની માનવ જાત ઉપર પણ વિપરીત અસરો  વર્તાય છે તેના મૂળમાં આડેધડ થઈ રહેલા વૃક્ષ છેદન જવાબદાર છે. જેને લઈને આજે બનાસકાંઠાના ડીસા પંથકમાં કુદરતન ગ્રીન આવરણ  નાશ પામ્યું છે અનેક મહામુલા વૃક્ષો  નામશેષ થઈ ગયા છે  તેમાંય છેલ્લા એક દાયકાથી તો વૃક્ષ છેદનનું પ્રમાણ હદ વટાવી ગયું છે ઇન્ટનેટથી લીધેલી તસવીરો પરથી પણ સાબિત થયું છે કે આ પંથકમાં ગ્રીન આવરણ નામસેશ થઈ ચૂક્યું છે જોકે સમગ્ર જિલ્લાને દિશા બતાવતા આ પંથકને હરિયાળો બનાવવાના એક પ્રેરણાદાઈ પ્રયાસ રૂપે વરસ ૨૦૧૧ માં તત્કાલીન  જિલ્લા કલેક્ટર આર.જે.પટેલ દ્વારા જુનાડીસા ગામની વાસણા ગામના રોડ ઉપર આવેલી ગૌચરની જમીનમાં ૧,૧૧,૧૧૧  છોડનું વૃક્ષારોપણ કરી   ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ સર્જ્યો હતો. પરંતુ પાછળથી દેખરેખના અભાવે આ તમામ રોપાઓનું બાળ મરણ થઈ ગયું છે જ્યાં આજે  એકપણ છોડ ઉગેલો જોવા મળતો નથી ઉલટાનું ત્યાં અનેક લોકોએ દબાણ  કરી કરી દીધુ છે ....! અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા માં થઈ રહેલા આડેધડ વૃક્ષ છેદનની પ્રવુતિ પર ફોરેસ્ટ વિભાગની રહેમ નજરની સાથે  સાથે સરકારના  પરિપત્રના કાયદાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે  ઋષિ સમાન વૃક્ષોની થઈ  રહેલ હત્યાંને રોકવા આપણ સૌ નાગરિકોની પણ ફરજ છે ત્યારે આજે સૌ સંકલ્પ કરીએ કે આપણા ગામમાં  વધુને વધુ વૃક્ષ  વાવીએ અને  ઉછેરીએ તેમજ કપાતા પણ બચાવીએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.