02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ નવી જાહેરાતો થવાની શકયતા

જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ નવી જાહેરાતો થવાની શકયતા   13/08/2018

 જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ નવી જાહેરાતો થવાની શકયતા
 
 
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કરવા જઇ રહ્યા છે ત્યારે મોદી આ વખતે ફાઈનાÂન્સયલ ઇન્ક્લુશનના મુદ્દા ઉપર વાત કરે તેવી શક્યતા છે. જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલીક સુવિધાઓની જાહેરાત પણ થઇ શકે છે. ૩૨ કરોડથી વધુ જનધન ખાતા ધારકોના સંદર્ભમાં કોઇ મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. સરકારની ફાઈનાÂન્સયલ ઇન્ક્લુશન ઝુંબેશને પ્રોત્સાહન આપવા કોઇ નવી જાહેરાત થઇ શકે છે. પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ધારકો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. હાલમાં આ સુવિધા ૫૦૦૦ રૂપિયા સુધીની છે. હાલમાં ખાતાઓ છ મહિના યોગ્યરીતે ચાલ્યા બાદ ૫૦૦૦ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. સરકાર માઇક્રો ઇન્સ્સોરન્સ સ્કીમની પણ જાહેરાત કરી શકે છે. રુપેકાર્ડ હોલ્ડરોને મળનાર મફત વિમાની રકમને વધારીને વધુ કરી શકાય છે. એક લાખ રૂપિયાથી આ રકમને વધારી શકાય છે. વડાપ્રધાન જનધન યોજનાના બીજા તબક્કાનું ૧૫મી ઓગસ્ટના દિવસે પૂર્ણ કરી રહ્યા છે. યોજના માટે હવે નવા લક્ષ્ય નક્કી કરવામાં આવનાર છે. 

Tags :