02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / USમાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટના ઇરાદે વડોદરાના યુવક પર ફાયરિંગ

USમાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટના ઇરાદે વડોદરાના યુવક પર ફાયરિંગ   15/08/2018

અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે પણ વધુ એક ઘટના સામે આવી હતી. અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટામાં ગ્રોસરી સ્ટોરમાં કામ કરતો મૂળ વડોદરાનો અલ્પેશ પ્રજાપતિને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
 
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, બે શંકાસ્પદ લૂંટારાઓએ લૂંટના ઇરાદે અશ્વિનભાઈની ગત વહેલી સવારે ગોળી મારીને હત્યા કરી હતી. અજાણ્યા હુમલાખોરો દ્વારા લૂંટના ઇરાદે ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં હોય તે સ્થાનીય અમેરિકી ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
 
અગાઉ વડોદરાના અને અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા મૂળ વડોદરાના હરિકૃષ્ણ મિસ્ત્રીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

Tags :