સ્વ.ગલબાભાઈ પટેલનો જીવન મંત્ર એવો હતો કે ‘‘દરેક માનવીને સાચા સ્વરાજ્યનો હક મળે.’’ એ સ્વરાજ્ય કેવું તો ‘‘જેમાં સામાન્ય માનવી પણ ગુલામ ન હોય.’’

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોઈ જગ્યાએ સામાન્ય માનવીનું શોષણથતું ન હોય ત્યાં શાંતિસભર, ઉમળકાભરી નિર્મળતા અને માનસિક શાંતિની શીતળતા અનુભવાતી હોય છે. માનવીના જીવનમાં માનસિક કોમળતાનો પ્રેવશ થાય ત્યારે એક સુખરૂપી છોડ પરિપક્વ થાય છે. સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો એક મંત્ર એવો પણ હતો કે ‘‘દરેક માનવીને સાચા સ્વરાજ્યનો હક મળે.’’ એ સ્વરાજ્ય કેવું તો ‘‘જેમાં સામાન્ય માનવી પણ ગુલામ નહોય.’’દેશ આઝાદ થયા પછી આપણા લોકસેવકોએ સરળતાપૂર્વક રોજગારીના સ્રોતખૂલે તે માટે વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેમાં કોઈ પ્રકારનું કામ કરતા લોકોનું શોષણ થાય નહીં. એટલે બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ  પટેલેકહેલુંઃ “સ્વરાજ્યનો સાચો અર્થ તો એ છે કે કોઈ કોઈનું શોષણ કરે નહીં”જ્યાં શોષણ છે ત્યાં માનવતાની અને મૂલ્યનિષ્ઠાની પણ ગેરહાજરી હોય છે.સત્તા ડરાવી શકે છે પણ માણસ પાસેથી દૂઆ લઈ શકતી નથી. જે નિર્દોષ માણસોને સતાવે છે તેનું એક દિવસ ભાગ્ય પડી ભાંગે છે અને તેવા માણસનું જીવન અંધકાર તરફ પ્રયાણ કરે છે. આ ધરતી પર સ્વ.ગલબાભાઈ જેવા કોઈ સેવાધારી યોગીએ  સમગ્ર માણસ-સમુદાયને સંદેશો આપ્યો છે તેનો સારાંશ એવો નીકળે છે કે, ‘‘કોઈ પણ ક્ષેત્રમાં ઉપરી અધિકારીએ નાના અધિકારીનું શોષણ કરવું જોઈએ નહિ, કારણકે શોષણ છે ત્યાં દ્વેષ પેદા થાય છે, ક્લેશનું સર્જન થાય છે અને સ્વાર્થ સિવાય બીજી કોઈ શક્યતા રહેતી નથી. શોષણખોરીને કારણે હૃદયની કોમળતા ચાલી જાય છે.’’ગલબાભાઈ પટેલ ધાર્મિક શાસ્ત્રોના અભ્યાસું હતા. ગલબાભાઈ પટેલે એક માનવતાવાદીદયાભાવથી પોતાના જીવનને રંગી નાખ્યું હતું. હંમેશાં લોકોને મદદરૂપ થઈને પોતાના જીવનમાં પરોપકારી કાર્યો કરતા હતા. નાના અને મજૂર માણસોના જીવનમાં ચણતર કરવું હોય તો તેઓનું શોષણ કરવાનું બંધ કરીને ગરીબ માણસોના જીવન પ્રકાશિત થાય તેવી દિશામાં સતત ઉપયોગી કાર્યો કરવા જોઈએ. 
મહાત્મા ગાંધીએ‘હિંદ સ્વરાજ’માં કહ્યું છે, ‘બધા હિંદી સમજશે કે કોઈ પણ પ્રજા દુઃખ વેઠ્‌યા વિના ચઢી નથી. રણસંગ્રામમાં પણ કસોટી તે દુઃખ છે.’માણસની ખરી રીતતો એ છે કે પોતાનામાંથી શોષણખોરવૃત્તિ ખત્મ કરીને નાના માણસો, ગરીબ માણસોને અને પછાત માણસોને ઉપયોગી થાય. આપણે ત્યાં એક કહેવત ખૂબ પ્રખ્યાત છે-‘સબસે ઉચ્ચી પ્રેમ સગાઈ’ પણ વર્તમાન યુગમાં માનવસમાજને જરૂર છે હવે ‘સબસે ઊંચી માનવતા સગાઈ’ની…જો માણસ પોતાની માનવતા કાયમી નહીં રાખે તો આપણને મળેલાં અમૂલ્ય‘સ્વરાજ્યનો’ કોઈ અર્થ રહેશે નહીં. ગુજરાતની સ્થાપના પ્રસંગે રવિશંકર મહારાજે જાણે અંગૂલીનિર્દેશ કર્યો હતો કે, “માણસ વધારે પૈસા પાછળ દોડ કેમ કાઢે છે?એને જેટલું મળે છે એટલું ઓછું કેમ પડે 
છે ?એનું ધ્યાન વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે?આ વૃત્તિ રોકવા ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ ન કરો, આ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તથ્ય અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.”
સ્વ.ગલબાભાઈ પટેલે એવાં સ્વરાજ્યની કલ્પના કરી હતી કે જેમાં કોઈ જ્ઞાતિવાદના વાડા ન હોય, જ્યાં કોઈ ભેદભાવ ન હોય… ગલબાભાઈના મતે તમામ લોકો સરખા હતા અને કોઈ દિવસ ગલબાકાકાએ જાતિવાદની સરહદો વિસ્તારી ન હતી. ગલબાકાકા કેટલા માયાળું અને પ્રેમાળ હતા તેનો એક પ્રસંગઃ 
આ કોઈ એક દિવસની વાત છે. દેશ આઝાદ થયાને માત્ર છએક માસ થયા હતાં.તે વેળાએ ગલબાભાઈ છાપી ગામેથી પીલુચા જવા નીકળેલા, પરંતુ તેઓને વણકર લોકો કેટલી જાતનું, કેવા પ્રકારનું કાપડ તૈયાર કરે છે તે જોવા જવાની ઇચ્છા થઈ હતી. તેઓ સીધા વણકરવાસ ગયા અને કાપડની વિવિધ પ્રકારની જાતો જોઈ ને તેમાં મળતર વિશે વાત પણ કરી હતી.
ગલબાભાઈ છાપી આવ્યા છે, તે સમાચાર વાયુવેગે આખા ગામમાં પ્રસરાઈ ગયા. પછી તો થયું એવું કે ગામમાંથી જેને ઉજળિયાતકોમ ગણીએ એવા લોકો ગલબાભાઈ જે સ્થળ પર હતા ત્યાં આવી પહોંચ્યા અને એક આખું મોટું ટોળું ભેગું થઈ ગયું. ગામવાળા કહેવા માંડ્‌યા“ગલબાભાઈ ચાલો આપણા વાસમાં અમે નથી અહીંયાં …
તમે અહીંયાં આવ્યાં છો?
ત્યારે ગલબાભાઈએ કહ્યુંઃ હું તો ગાંધીજી બાપુનો સંદેશો લઈને આવ્યો છું. ગાંધીજીના વિચારો કહેવા જ અહીંયાં આવ્યો છું. ગલબાભાઈએ કહ્યું ‘તમે તમારા બાળકોને ભણાવો, સમાજના કુરિવાજો દૂર કરો, તેમને અમારા જેવા બનાવવા છે, તેનો ભેખ મેં પહેર્યો છે, લોકો અવાક્‌ થઈને સાંભળી રહ્યાં હતા ગલબાભાઈની વાતને. ફરીથી ગલબાભાઈ પટેલે બધા તરફ નજર કરીને કીધું કે, ‘મારે પાણી પીવું છે’, ત્યારે એક ભાઈ ગામમાંથી પાણી મંગાવવા માટે ઊભા થયા.
ત્યારે ગલબાભાઈએ તરત જ કહ્યું“ શું તમારા આખા વાસમાં કોઈને
આભાર – નિહારીકા રવિયા  ઘેર પાણી નથી, તે ગામમાં લેવા જાઓ છો?તે વખતે તે માણસ ફરી બોલ્યો ‘પાણી તો છે, પણ તમે પીશો?’ગલબાભાઈએ ખૂબ જ ઉદારતાપૂર્વકપ્રેમથી જવાબ આપેલો અને તેમણે કહ્યુઃ“પાણી માણસનું નથી પણ ભગવાનનું છે. એટલે તમારા ઘર જે પાણી હોય તે આપો’’. એમ કહ્યા પછી કોઈ ઊંચ-નીચના ભેદભાવ રાખ્યા વગર વણકર સમાજના ઘરનું પાણી પીધું. તે સમયે ત્યાં ઊભેલા માણસોને નવાઈ લાગી. આ પ્રસંગ પરથી ગલબાભાઈની માનવતા કેટલી ઊંચેરી હશે તેનો ખ્યાલ આવે છે.
ગલબાભાઈ પટેલને જીવનમાં અનેક હોદ્દાઓ, સત્તાઓ મળી હતી.છતાંય  તેમણે સત્તાનો કોઈ દિવસ ‘પાવર’ તરીકે ઉપયોગ કર્યો ન હતો. તેઓ સ્વરાજના સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા હતા. તેમને મળેલી સત્તાને તેઓએ સેવાયજ્ઞમાં તબદિલ કરી હતી. ગલબાભાઈએ કહેલું,“લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ લોકોનાં કામો પૂરેપૂરાં કરે અને સમય અને શક્તિનો લોકોના કામમાં જ ઉપયોગ કરે તો રામરાજ્ય આવ્યું કહેવાય”જો કોઈ માણસ અન્ય માણસનું શોષણ કરે નહીં ત્યારે એક નવો યુગ હશે. તે યુગનું નામ ‘માનવતાવાદી યુગ’ કહેવાશે….
                                    

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.