અમદાવાદઃ એક દિવસમાં બાળકી-કિશોરી સાથે દુષ્કર્મ, બાળા સાથે અડપલાં

રાજ્યભરમાં છેલ્લા એક મહીનાથી બાળકીઓ પર દુષ્કર્મ થવાની ઘટનાઓ કુદકેને ભુસકે વધી રહી છે. સુરત અને ઢુંઢર બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક બાળકી (વેજલપુર) એક કિશોરી(શહેર કોટડા) પર દુષ્કર્મ તથા એક બાળકી(દરિયાપુર)સાથે અડપલાંની ઘટના બની છે. આમ અમદાવાદ સ્માર્ટ નહીં પણ રેપ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઢુંઢર દુષ્કર્મ બાદ પણ ઉંઘતી પોલીસ અને સરકાર બાળકીઓ સાથેના દુષ્કર્મોને અટકાવવામાં નિષ્ફળ નિવડી રહી છે.
 
શહેરના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે 8 વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલીને રમડવા ગઇ હતી, ત્યારે તેનો ગેરલાભ લઈ નરાધમે બાળકીને પીંખી નાંખી હતી. આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરહાન નૂરમહમ્મદ સામે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
 
જ્યારે આજે વેજલપુર બાદ દરિયાપુર વિસ્તારમાં સાત વર્ષની બાળકી સાથે અડપલાંની ઘટના બની છે. કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી બાળકી સાથે એક યુવક અડપલાં કરી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ જોઈ લીધો હતો. ત્યાર બાદ લોકોએ ઝડપી લઈને દરિયાપુર પોલીસને સોંપ્યો હતો અને તેની સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
 
શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય કિશોરી સાથે બળાત્કારની ઘટના નોંધાઈ છે. નરોડા રોડ પર રહેતી આ કિશોરીને અજય રમેશ પટણી નામનો શખ્સ રાત્રે પીડિતાના પિતાના ફોનમાં ફોન કરી ઘર નીચે બોલાવી હતી. ત્યાર બાદ પીડિતા સાથે જવાની ના પાડતા મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે તેને એક્ટિવા પાછળ બેસાડીને વિજય મિલના ઔડાના મકાન પાછળ આવેલા મેદાનમાં લઈ ગયો હતો. ત્યાર બાદ આ મેદાનમાં અજય પટણીએ કિશોરી પર દુષ્કર્મ કર્યું હતું.
 
વિધાનસભામાં ગૃહ વિભાગે આપેલા આંકડા મુજબ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં નોંધાયેલા બળાત્કારના 4,364 ગુનાઓમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 621 ગુના અને ત્યારબાદ સુરત શહેરમાં 557 ગુના નોંધાયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 71 જેટલી મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.