બનાસકાંઠામાં લોક રક્ષકદળની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ રોષ

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ પેપર લીક કરતા પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અણઘડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ  કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના ૨૯ શહેરોમાં ૯ લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા.
 
રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું કે, એકાદ મહિનામાં પરીક્ષા ફરી લેવામાં આવશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ  પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે પરીક્ષાર્થીઓની માફી માગી હતી. લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા ઉમેદવારોએ હોબાળો કર્યો છે તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ૨૯ જિલ્લાના ૨,૪૪૦ કેન્દ્રો પર પરીક્ષા  યોજાવાની હતી. પેપરના જવાબો લીક થઈ જતા પરીક્ષા રદ કરવામાં આવી.
 
રાજ્યની શરમજનક ઘટના સામે આવી. સુરતમાં લાઉડ સ્પીકરથી પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા રદ થવાની જાહેરાત કરી. પોલીસ વડાએ તમામ જિલ્લામાં સુરક્ષાના  આદેશ આપ્યા. અનિચ્છીય બનાવ ના બને તે માટે સૂચના અપાઈ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.