થરાદના ભાપી ગામના ખેડૂત ઉપર ભૂંડનો હુમલો

 
 
                               પ્રાપ્ય માહિતી મુજબ થરાદના ભાપી ગામના ખેડુત પટેલ મેઘજીભાઇ કાનજીભાઇ ગુરૂવારની રાત્રે પોતાના  ખેતરમાં સુતેલા હતા. દરમ્યાન મધરાતે તેમના ખેતરમાં એક ભુંડ આવતાં તેને કાઢવા માટે ગયા હતા. આથી ભુંડે તેમના પર હુમલો કરતાં પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. કદાવર ભુંડના હુમલાના કારણે મેઘજીભાઇને ઇજાઓ થતાં સારવાર અર્થે મધરાતે બે વાગ્યે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.જો કે બનાવની આજુબાજુના ખેડુતોને જાણ થતાં તેઓ ભુંડને ખદેડવા માટે જતાં વિફરેલું ભુંડ તેમની પણ પાછળ પડ્‌યું હતું.આથી ભુંડ હડકાયું હોવાની દહેશતથી ગામમાં ફફડાટ સાથે અફરાતફરીનો માહોલ ફેલાવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ભુંડે થરાદના પીલુડામાં એક વિધાર્થી અને અન્ય ગ્રામજનો પર પણ હુમલા કરીને ભારે આતંક અને ભયનો માહોલ મચાવ્યો હોઇ ગ્રામજનોમાં પણ ફફડાટની લાગણી ફેલાવા 
પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.