ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાયલટ અભિનંદનને પાકિસ્તાને અટારી-વાઘા બોર્ડર પર ભારતને મોડો સોંપવામાં આવ્યો હતો.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાયલટ અભિનંદન વર્ધમાનને શુક્રવારના રોજ પાકિસ્તાને અટારી-વાઘા બોર્ડર પર ભારતને મોડો સોંપવામાં આવ્યો હતો. બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ પાકિસ્તાની અધિકારી તેમણે લઇને વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમ છતાંય તેમણે રાત્રે 9 વાગ્યાની આસપાસ ભારતને સોંપાયો. એવામાં હવે મોડું થવાનું કારણ બહાર આવ્યું છે. જો કે પાકિસ્તાની અધિકારીઓએ અભિનંદન પાસે કેમેરામાં નિવેદન નોંધાવાનું કહ્યું હતું. ત્યારબાદ જ તેને સરહદ પાર કરીને સ્વદેશ જવા દીધા. સૂત્રોએ આ માહિતી આપી.
 
જો કે એ સ્પષ્ટતા નથી થઇ કે તેણે દબાણમાં કેમેરાની સામે નિવેદન આપવાનું કહ્યું હતું કે નહીં. આ વીડિયોમાં કેટલાંય કટ છે જે સંકેત આપે છે કે તેને પરોક્ષ રીતે પાકિસ્તાની વલણ પ્રમાણે બનાવા માટે તેમાં ઘણા બધા કટ માર્યા છે.
 
ભારતીય વાયુસેનાનું કહેવું છે કે અભિનંદને પાકિસ્તાનનું એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યું પરંતુ તેની મુક્તિ પહેલાં રેકોર્ડ વીડિયો સંદેશમાં તેનો કોઇ ઉલ્લેખ નથી. પાકિસ્તાન સરકારે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે સાડા આઠ વાગ્યે પાયલટનો વીડિયો સંદેશ સ્થાનિક મીડિયાને રજૂ કર્યો. આ વીડિયોમાં અભિનંદને કહ્યું કે તેને કેમ પકડવામાં આવ્યો હતો.
 
એક સૂત્રે કહ્યું કે તેમનો વીડિયો સંદેશ રેકોર્ડ કરવામાં તેમને ભારતને સોંપવામાં મોડું થયું.
 
ભારતનો પક્ષ છે કે અભિનંદનનું વિમાન એ સમયે તોડી પાડ્યું જ્યારે ભારતીય વાયુસેનાના વિમાનોએ 27 ફેબ્રુઆરીનાના રોજ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવાના પાકિસ્તાનના વાયુસેનાના પ્રયાસોને નિષ્ફળ કર્યા હતા. તેના એક દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંક વિરોધી અભિયાન ચલાવ્યું હતું.
 
અભિનંદન વિમાનમાંથી તો બહાર નીકળી ગયો હતો પરંતુ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જતા ત્યાં પાકિસ્તાની સેના એ તેને પકડી લીધો. પાકિસ્તાની મીડિયાના સમાચાર છે કે વાઘા ઇમીગ્રેશન પર અભિનંદનના કાગળિયાની તપાસ થઇ રહી હતી આથી તેને તરત ભારતીય અધિકારીઓને સોંપાયો નહીં.
 
અટારી બોર્ડર આવ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને અમૃતસરથી દિલ્હી લાવામાં આવ્યા. રાત્રે 12 વાગ્યે સ્પેશ્યલ વિમાનથી પાલમ એરપોર્ટ પહોંચાડ્યો. અહીંથી તેમને આરઆર હોસ્પિટલ માટે રવાના કરી દીધા. ચાર દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે. આ દરમ્યાન ડૉકટરની એક ટીમ તેમની દેખરેખ કરશે.
 
વાઘા બોર્ડર પર પહોંચ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનનું પહેલું રિએકશન હતું કે ઘરે પરત ફરતા ખુશ છું. જો કે હજુ તેમને લાંબી મેડિકલ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ દરમ્યાન ડૉકટર પર નજર રાખશે. ત્યારબાદ તેઓ ઘરે પરત ફરી શકશે. ત્યારબાદ જ વાયુસેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવશે. હજુ પાકિસ્તાન એક વીડિયો ચલાવી રહ્યું છે. જેને એડિટેડ કહેવામાં આવી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.