લાખણીના મડાલમાં શંકાસ્પદ ડીપ્થેરીયાથી બાળકનું મોત

ગેળા : લાખણી તાલુકાના મડાલ ગામે છ વર્ષના નાના બાળકને ગળાના ભાગે દુખાવા સાથે તાવ આવતાં તેને ધાનેરા, પાટણ, લાખણી તેમજ પાલનપુર ખાતે સારવાર આપ્યા બાદ પણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. જોકે ઘટના બાદ તંત્રએ સમગ્ર પંથકમાં શંકાસ્પદ ડીપ્થેરીયાના કેસો શોધવાનું તેમજ દસ વર્ષ સુધીના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. 
સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુ, ટાઇફોડ, મેલેરીયા, વાયરલ ફીવર તેમજ અન્ય પાણીજન્ય બીમારીએ માથું ઉંચક્યું છે. ત્યારે લાખણી તાલુકાના મડાલ ગામે એક પરિવારના નાના બાળક ભાવેશભાઈ ધુખાજી ઠાકોર (ઉ.વ. ૬) ને ગળામાં દુઃખાવાની સાથે તાવ આવતા પરિવારજનો તેને ધાનેરા, પાટણ સારવાર કરાવ્યા બાદ લાખણી ખાતે રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં બાળકની તબિયત નાજુક જણાતાં તેમજ તેને શંકાસ્પદ ડીપ્થેરીયાના લક્ષણો જણાતાં તેને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન છ વર્ષિય બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. જોકે ત્યારબાદ જાગેલા તંત્રએ મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં શંકાસ્પદ ડીપ્થેરીયાના કેસ શોધવાનું તેમજ દસ વર્ષ સુધીના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.