02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભાડામાં વધારો કર્યા વિના આવક વધારશે રેલવે, લોહાણીએ આપ્યો પ્લાન

ભાડામાં વધારો કર્યા વિના આવક વધારશે રેલવે, લોહાણીએ આપ્યો પ્લાન   30/07/2018

નવી દિલ્હીઃ રેલવે મુસાફરો પાસેથી ભાડા સિવાની અન્ય આવકના સ્ત્રોતો પર ભાર મૂકી રહી છે. રેલવે બોર્ડે પોતાના બધા મંડળોને મિશન મોડની સાથે કામ કરીને રેલવેની એક-એક ઇંચ જમીન પરથી આવક એકઠી કરવા કહ્યું છે. ભારતીય રેલવેની બિન-ભાડા સ્ત્રોતોથી આવતા 10 વર્ષમાં 39,000 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. પરંતુ આ યોજનાનું પરિણામ અપેક્ષાથી વિરુદ્ધ ઠંડુ રહ્યું છે.
 
કમાણીના સંદર્ભમાં વર્ષ 2016-17 માં રેલવેએ જ્યાં આ ઉપાયોથી 10,338 કરોડ રૂપિયાની કમાણી કરી તો 2017-18માં 14,000 કરોડ રૂપિયાના લક્ષ્‍યાંકની સરખામણીએ તેને 8,600 કરોડ રૂપિયાની આવક મળી હતી. નાણાકીય વર્ષ 2018-19માં એપ્રિલ સુધી આ ઉપાયોથી આવક માત્ર 32.65 કરોડ રૂપિયા જ મળ્યા, જ્યારે લક્ષ્‍ય 1200 કરોડ રૂપિયાનો રાખવામાં આવ્યો છે.
 
રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણીએ 12 મી જુલાઇએ લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, તમે ભાડા સિવાયના અન્ય સ્રોતમાંથી આવક પેદા કરવાની જરૂરીયાતથી વાકેફ હશો. અન્ય પગલાં ઉપરાંત રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સગવડ સુધારવા માટે જગ્યાનો ઉપયોગ કરીને વધારાની આવક ઉભી કરવાથી ત્વરિત પરિણામ નીકળી શકે છે.
 
તેમણે લખ્યું છે કે રિજિનલ બોર્ડે તેમના વિસ્તારમાં ઉભી થતી વધારાની આવક વિશે 'વાસ્તવિક મૂલ્યાંકન' કરવું જોઈએ અને આ અંગે તેમને માસિક અહેવાલ મોકલવો જોઈએ. લોહાનીએ પોતાના પત્રમાં પ્રત્યેક ઝોનમાંથી જાહેરાત દ્વારા આવક ઉભી કરવા માટે રેલવેની એક-એક ઇંચની સંપત્તિનો ઉપયોગ કરવાનું કહ્યું છે.
 
તેમાં પ્લેટફોર્મ, બેન્ચ, શૌચાલયની દીવાલ, પુલ, બેડ પેકેટ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે લખ્યું છે, રેલવે બોર્ડે બિન-ભાડાના સોર્સમાંથી આવક ઉભી કરવાને લઇને મિશન મોડમાં આગળ વધવું જોઈએ
 
નેશનલ ટ્રાન્સપોર્ટર્સે લો ઇન્ડસ્ટ્રી રિસ્પોન્સ અને ટેક્નિકલ કારણોને કારણે આઉટ ઓફ હોમ (ઓઓએચ) પર જાહેરાતો અને ટ્રેનો પર જાહેરાતો માટેના ટેન્ડર પાછાં ખેંચી લીધા છે. ઓઓએચમાં  સ્ટેશન વિસ્તારો, ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, લેવલ-ક્રોસિંગ ગેટ્સ, રેલ્વે કોલોનીઝ, વર્કશોપ્સ, પ્રોડક્શન એકમો અને ટ્રેક્સ સાથે રેલવે જમીનનો સમાવેશ થાય છે.આ પહેલથી 10 વર્ષમાં ઓછામાં ઓછી 8250 કરોડ રૂપિયાની આવકનો વધારો થઇ શક્યો હોત. લોહાનીએ જણાવ્યું હતું કે મહત્વનું એ છે કે ઝોનલ રેલવે બિન-ભાડાની આવક પેદા કરવા માટે એક મિશન મોડમાં આગળ વધે.

Tags :