સુસ્વાગતમ ૨૦૨૦

આજના આધુનિક યુગમાં ટેકનોલોજીએ વિકાસની હરણફાળ ભરી છે. જોકે નવી ટેક્નોલોજીનો સમયસર પ્રયોગ કરવામાં હજુ પણ લોકો કયાંક કાચા પડે છે. આવી સ્થિતિમાં ડીસાના એક યુવા ફોટોગ્રાફર ફોટોગ્રાફીના ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીનો સફળ પ્રયોગ કરવા માટે જાણીતા બન્યા છે. ડીસાના પીઢ ફોટોગ્રાફર સ્વ. ચતુરભાઈ બારોટના બંને દિકરાઓ અને પૌત્રએ પણ ફોટોગ્રાફીનો જ વ્યવસાય અપનાવ્યો છે. હાલ સુરત ખાતે રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા. વસંતભાઈ બારોટ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે અવનવા અખતરા કરી નામ કમાતા રહે છે. ૧૯૭૮થી પૂર્ણકાલીન ફોટોગ્રાફર અને ૧૯૯૦ના વર્ષથી એટલે કે છેલ્લા ૩૦ વર્ષથી પ્રેસ ફોટોગ્રાફર તરીકે કાર્યરત વસંતભાઈ બારોટે સૌપ્રથમ ૨૦૦૦ના વર્ષે ૨૧મી સદીના પ્રારંભે રોલવાળા ઓપ્ટિકલ કેમેરામાં ફુલઝડી વડે ચિતરાયેલા ‘૨૦૦૦'ના લખાણની તસ્વીરને સફળ રીતે કેમેરામાં ક્લિક કર્યા બાદ ૨૦૦૮ના વર્ષે પણ ‘વેલકમ ૨૦૦૮' ના એનિમેશનવાળા લખાંણને કેમેરામાં કેદ કર્યું હતું. ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકરે બેવડી સદી ફટકારી એ વખતે પણ વસંતભાઈ બારોટે ‘સચિન ૨૦૦'ના એનિમેશન લખાણને ક્લિક કર્યા બાદ આ વખતે સી.એ.ની વિદ્યાર્થીની માનસી કુંગવાણીએ એનિમેશન રાયટિંગમાં તૈયાર કરેલ ‘વેલકમ ૨૦ર૦' ના લખાણને પણ સફળ રીતે કેમેરામાં કેદ કર્યું છે. બાળપણથી જ કેમેરા સાથે રમી મોટા થયેલા વસંતભાઈ બારોટે કેમેરાની કરામતમાં હાંસલ કરેલી આ મહેરિયત પણ ડીસા શહેર માટે ખુબ ગૌરવની બાબત છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.