વાવમાં આવારા તત્વોને મોબાઈલની ‘લુડો’ ગેમનું વળગણ

 વાવ : રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર શાળાના ર૦૦ મીટરના ઘેરાવામાં ગુટકાનું વ્યસન થવુ ન જાઈએ. તેની જગ્યાએ વાવ શહેરના મહારાણા પ્રતાપ ચોકની આજુબાજુ તેમજ વાવ શહેરની પ્રા.શાળાની આજુબાજુ રીક્ષાઓ તેમજ જાહેર માર્ગો ઉપર મોબાઈલ ઉપર ‘લુડો’ ગેમ દ્વારા જુગારની પ્રવૃતિ જાહેરમાં ધમધમી રહી છે. મોબાઈલની ‘લુંડો’ ગેમ ઉપર રૂ.પ૦ થી માંડી અને રૂ.પ૦૦ સુધીની જુગારની રમત રમાઈ રહી છે. સવારે ૧૧.૦૦ થી માંડી મોડી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી આ બિન અધિકૃત પ્રવૃતિ બે - રોકટોક ચાલી રહી છે. પ્રા.શાળામાં ભણતા કુમળી વયના ભુલકાઓ ઉપર માઠી અસર વર્તાઈ રહી છે. વર્ષના ૩૬પ દિવસ આ પ્રવૃતિ ચાલી રહી છે. કેટલુય યુવા ધન આ લુડોની રમતથી બરબાદીના પંથે પાયમાલ થઈ રહ્યું છે. આ બિન અધિકૃત પ્રવૃત્તિથી કેટલાય લોકોને આત્મહત્યા અને ગામ છોડવાનો વારો આવ્યો છે. ત્યારે પી.એસ.આઈ. વાવ બસ સ્ટેન્ડ પર મોબાઈલમાં લુડો રમત રમતા આવારા તત્વો સામે લાલ આંખ કરે તે જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.