02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ભિલોડાના ભાણમેરમાં ખૂની ખેલ ખેલાયો ઃ મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી દેતા ચકચાર

ભિલોડાના ભાણમેરમાં ખૂની ખેલ ખેલાયો ઃ મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી દેતા ચકચાર   02/07/2019

જર, જમીન અને જોરૂના ઝગડામાં અનેક રક્ત રંજીત ઘટનાઓ બની છે ત્યારે લાઈટ બંધ મુદ્દે હત્યાનો પહેલો બનાવ અરવલ્લી જીલ્લામાં બનતા ચકચાર મચી હતી ભિલોડા તાલુકાના ભાણમેર ગામે રહેતા આદિવાસી પરિવારમાં થ્રી ફેજ લાઈન બંધ હોવાથી મોટા ભાઈએ નાના ભાઈ પર લાઈટ બંધ છે તો કેમ કઈ કરતો નથી કહી ઉશ્કેરાઈ ગાળો બોલી લાકડી વડે પ્રાણ ઘાતક હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા હાહાકાર મચ્યો હતો ભિલોડા પોલીસે મોટા ભાઈ સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોટા કાકાએ જ પિતાની હત્યાના પગલે બે માસુમ બાળકોએ છત્રછાયા ગુમાવી પડી હતી
ભિલોડાના ભાણમેર ગામે થ્રી ફેજ લાઈટના પુરવઠાના અભાવે ગામમાં રક્તરંજિત ખૂની ખેલ ખેલાયો હતો એસટી ખાતામાં નોકરી કરતા અરવિંદ બાબુભાઇ બરંડાએ રવિવારે સાંજે નજીકમાં રહેતા અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા નાના ભાઈ શૈલેષભાઇ અને તેની પત્ની સાથે રવિવારે અગમ્ય કારણોસર  થ્રી ફેજ લાઈટ બંધ હોવાથી ઝગડો કરી બિભસ્ત ગાળો બોલતા શૈલેષભાઈએ ગાળો બોલવાની ના પાડતા અરવિંદ બરંડાએ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલી લાકડીના ઘા ઝીંકતા શૈલેષભાઈને બચાવવા તેમની પત્ની વચ્ચે પાડતા તેમના પર લાકડી વડે હુમલો કરતા આશાબેનને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા અરવિંદ બરંડા ફરાર થઈ ગયો હતો મોટા ભાઈના લાકડીના પ્રહાર થી ગંભીર ઈજાગ્રસ્ત શૈલેષભાઇ બરંડાને ખાનગી વાહન મારફતે તાત્કાલિ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન શૈલેષ ભાઈનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી શૈલેષભાઇના મોતના પગલે મોટી સંખ્યામાં મૃતક યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટ્યા હતા ભિલોડા પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ માટેની કાર્યવાહી હાથધરી ભિલોડા પોલીસે મૃતક યુવાનની પત્ની આશાબેન શૈલેષ ભાઈ બરંડાની ફરિયાદના આધારે અરવિંદભાઈ બાબુભાઈ બરંડા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ફરાર હત્યારાને અંબાજી બસ ડેપો માંથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Tags :