બનાસકાંઠાના તત્કાલિન એસપી સંજીવ ભટ્ટ સામે ૫૬૦ પેજની ચાર્જશીટ

અમદાવાદ સીઆઇડી ક્રાઇમે બે માસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના તત્કાલિન એસપી સંજીવ ભટ્ટની અફિણના ખોટા કેસમાં ધરપકડ કરી હતી. જે બાદ શનિવારે પાલનપુર કોર્ટમાં ૫૬૦ પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અફિણનો ખોટો કેસ કરી કાયદાનો દૂર ઉપયોગ સહિતનો ઉલ્લેખ કરાયો હોઇ સંજીવ ભટ્ટની મુસ્કેલીઓમાં વધારો થઇ શકે છે.
બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પોલીસવડા અને લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ સામે ૨૨ વર્ષ અગાઉ રાજસ્થાનના પાલીના એડવોકેટ દ્વારા પોતાની ઉપર ખોટો નારકોટીકસનો ગૂનો દાખલ કરાયો હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે માસ અગાઉ નિવૃત આઇપીએસ અધિકારી તેમજ પીઆઇની ધરપકડ કરી હતી. દરમિયાન અમદાવાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા શનિવારે આઇપીએસ સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 
આ અંગે સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતુ કે, ૫૬૦ પેજની ચાર્જશીટમાં સંજીવભટ્ટને મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુનાહિત કાવતરામાં ઉપયોગમાં લેવાયેલુ ૧.૧૫ કિલોગ્રામ અફીણની સીઆઇ ડીની તપાસમાં પણ સંજીવ ભટ્ટનું જ નામ ખુલવા પામ્યું છે. આ તપાસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા જુદાજુદા ૪૫ જેટલા લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. જિલ્લાના તત્કાલિન એસપી સામે  નાર્કોટીકસ સાથે કાવતરાનો ચાર્જ લાગતાં તેમની મુસ્કેલીઓમાં વધારો થઇ શકે છે.સમગ્ર મામલો જોઈએ તો આ આખું ક્રાઈમ ૨૨ વર્ષ અગાઉ થયું હતું. જેમાં રાજસ્થાનના પાલી ગામના એડવોકેટ સુમેરમલ રાજપુરોહિત દ્વારા પાલી ખાતે ભાડેથી રાખેલી ઓફીસ ગુજરાત હાઈકોર્ટ જજ આર. આર. જેનની બહેન અમરીબાઈની માલિકીની હતી. વકીલે ઓફિસ ખાલી ન કરતા પોતાના ભત્રીજા એવા જજ આર. આર. જેન સમક્ષ કાકા ફુટરમલ શાહે આ ફરિયાદ કરી હતી. અને બનાસકાંઠા તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ, ફૂટરમલ શાહ અને જજ આર આર જેન દ્વારા વકીલ ને ફસાવવા કાવતરું રચાયું હતું જેમાં પાલનપુરની લાજવંતી હોટલમાં વકીલ સુમેરમલ રોકાયા હતા અને તેમના રૂમમાં થી અફીણ નો એક કિલો નો જથ્થો મળી આવ્યો છે .આ પ્રકાર ની ફેક ઘટના ને અંજામ આપી. વકીલ પાસેની ભાડાની અને જજ ની બહેન ની પ્રોપર્ટી પરત અપાવવા પોલીસ ટીમે પાલી પહોચી રાત્રે ઊંઘમાંથી જગાડી આ પીડિત વકીલની ધરપકડ કરી હતી .જોકે તે બાદ આ ભય બતાવી પોલીસે વકીલ ના ભાડામાં રાખેલી જજ સબંધી ની મિલકત ખાલી કરાવી હતી અને તે બાદ તેમના જ ઉભા કરેલા હોટલ માલિક અને સાક્ષી પાસે હોટલમાં ભાડે રૂમ રાખનાર બીજો કોઈ વ્યક્તિ હતો ,આ વકીલ નહિ તેવો ઓળખ પરેડ પુરાવો ઉભો કરી કોર્ટમાંથી કાયદાની કલમ ૧૬૯ મુજબ વકીલ ને કોર્ટમાંથી પોલીસે જ છોડાવ્યો હતો.જોકે પાપ છાપરે ચડી પોકારે તે યુંક્તીએ મુક્ત થયેલા વ્યક્તિએ ૨૨ વર્ષના કાનૂની જંગ બાદ પુરાવા રજુ કરતા અને હાઈકોર્ટે આ કેશમાં સીટની રચના કરી નિષ્પક્ષ તપાસનો હુકમ કરતા  સીઆઈ ડી ક્રાઈમે દોષિત અને કાવતરૂ રચનાર આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત તત્કાલિન એલસીબી પીઆઇ અને અન્ય કર્મચારીઓની ની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.