દેલવાડાના મંદબુદ્ધિ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન, સોશિયલ મીડીયા સેતુ બનતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા

દિયોદર તાલુકાના દેલવાડા ગામનો મંદબુદ્ધિનો કિશોર મામાના ઘરે કહ્યા વગર નીકળી ગયો હતો અન જીપ મારફત ભીલડી આવી પહાંચ્યો હતો. જેનું પોલીસે  સોશિયલ મીડીયાના માધ્યમથી પરિવાર સાથે સુખદ મિલન કરાવતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
 
મળતી માહીતી મુજબ ગઈકાલે સવારે દિયોદર તાલુકાના દેલવાડા ગામે પોતાના મામાના ઘરેથી એક મંદબુદ્ધિનો ૧૦-૧ર વર્ષનો કિશોર પ્રથમ દિયોદર અને ત્યારબાદ ખીમાણા આવી ત્યાંથી ભીલડી તરફ જતી ખાનગી જીપમાં બેસી જતા ત્યાંથી મુડેઠાના પસેન્જરો મુડેઠા ઉતરી ગયા હતા. પરંતુ આ બાળક ત્યાં ન ઉતરતાં ગાડી ચાલકે પેસેન્જરોને આ બાળક વિશે પૂછતાં તેમણે એ કિશોર પોતાનું ન હોવાનું જણાવતાં જીપ ચાલકે આ કિશોરને ભીલડી પોલીસને સોંપ્યું હતું. જેથી ભીલડી પોલીસે સઘન પ્રયત્નો કરવા છતાં તેના વતન વિશે કોઈ ભાળ ન મળતાં ભીલડીના પત્રકારે તેનો ફોટો સોÂશ્યલ મિડીયામાં વાયરલ કર્યો હતો. જેથી દેલવાડા ગામના સરપંચે આ બાળક પોતાના ગામનો ભાણેજ હોવાનું જણાવતાં તેના વાલી વારસીઓએ આ બાળકને ભીલડી પોલીસ મથકે આવીને લઈ ગયેલ. આમ  સોÂશ્યલ મિડીયા થકી વિખૂટા પડેલ કિશોરનું પરિવાર સાથે મિલન થયું હતું. તેથી ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.