ડુંગળીના સતત વધતા ભાવને લઈ મધ્યમ વર્ગ ચિંતિત

ડીસા : ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો દિન પ્રતિદિન ભડકે બળતા મધ્યમ વર્ગ ચિંતીત બન્યો છે. ૨૦ રૂપિયે પ્રતિ કિલો મળતી ડુંગળીનો ભાવ હાલમાં ૭૫ રૂપિયા થઈ ગયો છે.અમદાવાદ હોલસેલ બજારમાં પ્રતિ મણ ૮૦૦ રૂપિયાએ પહોંચી જતા આગામી તહેવારોના દિવસોમાં પણ ડુંગળીના ભાવો આસમાન પહોંચી જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.  
એક તરફ ડીસા પંથકમાં છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવોમાં ભારે મંદી જોવા મળી રહી છે. સતત ચાર વર્ષથી બટાકાના ભાવો તળીયે બેસી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂત દેવા નીચે ડૂબી ગયો છે.જેની બજાર ઉપર સ્પષ્ટ અસરો વર્તાઈ રહી છે ત્યાં બીજી તરફ  ગરીબો અને મધ્યમ વર્ગ માટે કસ્તુરી સમાન ડુંગળીના ભાવ પણ સતત વધી જતાં આગામી દિવસોમાં હજુ ભાવ વધવાની સંભાવનાને લઈ મધ્યમ અને ગરીબ વર્ગ ચિંતિત બન્યો છે.એક તો હાલમાં લીલા શાકભાજીના ભાવો આસમાને હોઈ ગરીબ પરિવાર માટે  લીલા શાકભાજી ખાવા દુસ્કર બન્યા છે ત્યારે ડુંગળી લીલા શાકભાજીનો પર્યાય હતો.પરંતુ હાલમાં કસ્તુરી સમાન ડુંગળી પણ હાલમાં મોંઘી બની છે.જોકે બટાકા સસ્તા હોઈ ગરીબ અને મધ્યમ વર્ગ શાકભાજી તરીકે ડુંગળી સાથે મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ હાલમાં છેલ્લા એક સપ્તાહથી ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવો સતત ઊંચે ચડી જતા મધ્યમ અને ગરીબ વર્ગ ચિંતિત બન્યો છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.