લોકરક્ષક દળ પેપર લીક મામલે એક પીએસઆઈ સહિત ત્રણની અટકાયત : બનાસકાંઠાના એક શખ્સની પણ ધરપકડ

રાજ્યમાં રવિવારે લોકરક્ષકની પરીક્ષા પેપર લીક થતાં રદ કરાઇ હતી. જેમાં 9000 જગ્યાઓ માટે 8,76,356 લાખ ઉમેદવારો રાજ્યની 2,440 શાળા/કોલેજોમાં ફાળવેલા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. પરંતુ પેપર લીક થતા પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા અને સરકાર સામે ભારે રોષ વ્યાપ્યો હતો. પેપર લીક થવા મામલે સરકારે તપાસ શરુ કરી છે. જેમાં સીઆઇડી ક્રાઇમ એસ.પી અને પોલીસ ભરતી બોર્ડના સભ્ય વિરેન્દ્રસિંહ યાદવ ફરિયાદી બન્યા છે. હવે આ મામલે વાયરલેસ પીએસઆઈ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 
પોલીસે પેપર લીક પ્રકરણમાં વડોદરાના યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી, ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા, અરવલ્લી જિલ્લાના અરજણવાવ ગામના મનહર રણછોડભાઈ પટેલ, ગાંધીનગરના વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
અને બનાસકાંઠા વડગામ તાલુકાના એદારાના ગામના મુકેશ મૂળજીભાઈ ચૌધરીની ધરપકડ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.