વગદા ગામની આંગણવાડી હેલ્પર સાથે દૂષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

બનાસકાંઠામાં નોંધાયેલી જાતીય દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે હવસખોર શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રકરણની વિગતો કઈક એવી છે કે પાલનપુર તાલુકાના વગદા ગામની  આંગણવાડી હેલ્પરને  પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારી પાલનપુરના શખ્સે રૂપિયા ૬ લાખ રોકડા અને પંદર તોલા સોના- ચાંદીના દાગીના પડાવી લીધા હોવાની પીડિતાએ પોલીસ ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલાને ગંભીરતાથી લઈ  પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી દઈ તેને જેલના હવાલે કરી          દીધો છે.
પાલનપુર તાલુકાના વગદા ગામે આંગણવાડી હેલ્પર સાથે લવ જેહાદની આ ચોંકાવનારી ઘટનામાં પાલનપુરના એક શખ્સે પીડિતાને પ્રેમજાળમાં ફસાવી તેણી પર સાતથી આઠ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.આટલું ઓછું હોય તેમ આ હવસખોરે પીડિતા પાસેથી છ લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ ૧૫ તોલા સોના  ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા. પાલનપુર પંથકની આ ચકચારી ઘટનામાં વગદાગામે રહેતી એક પરિણિતા  ગામમાં જ આંગણવાડી હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ચાર વર્ષ અગાઉ તેણીની ફોઇ સાસુની દીકરી કે જેણે પાલનપુરના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. તે એક પ્રસંગમાં વગદા આવી હતી. જેની સાથે આ પરિણિતા પાલનપુર આવવા નીકળી હતી. ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રહેતો અને બસસ્ટેન્ડ નજીક ઓટો કન્સલ્ટની ઓફિસ્‌ ધરાવતો મકસુદભાઇ ખાલીકાવાન ગાયકવાડ નામનો શખ્સ લાલાવાડા પાસે પેટ્રોલપંપ નજીક સ્વિફટ ગાડી લઇને ઉભો હતો. જે વખતે યુવતીએ આ શખ્સ તેણીનો મિત્ર હોવાનું જણાવી ગાડીમાં બેસવાનું કહેતા આંગણવાડી હેલ્પર કારમાં બેસી પાલનપુર આવી હતી. જે દરમિયાન મકસુદ ગાયકવાડે સારી સારી વાતો કરી એક બીજાના મોબાઇલ ફોન નંબર લઈ વાતચિત કરી તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેણીને વિશ્વાસમાં લઇ જુદાજુદા સમયે રૂપિયા છ લાખ રોડકા, પંદર તોલા સોનાના દાગીના અને ચાર કિલો ચાંદીના દાગીના પડાવી લીધા હતા. આ ઉપરાંત આઠથી દસ વખત દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.જોકે આ પરિણિતાની દીકરીના ટૂંક સમયમાં લગ્ન લેવાના હોઇ તેણીએ રૂપિયા તેમજ દાગીના પરત માંગતા મકસુદ ગાયકવાડે તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ચકચારી ઘટના અંગે પીડિતાએ છેવટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મકસુદ તેમજ પરિણિતાની ફોઇની દીકરી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી  મકસુદ ગાયકવાડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં મકસુદ ગાયકવાડે તેની સાથે પાલનપુરના બસ સ્ટેન્ડ નજીક આવેલ વેલકમ ગેસ્ટ હાઉસ તેમજ ઓટો કલ્સલ્ટની ઓફિસમાં મકસુદે તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારેલ  હોવાનો આક્ષેપ કરેલ હોઈ પોલીસે આ ઇસમની અટકાયત કરી રિમાન્ડની પણ માગણી કરી આ ગુનામાં સાથ આપનાર પરિણીતાની ફોઈની દીકરીને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.