સુરતના કાપડ માર્કેટમાં લાગી આગ, લાખોનું કાપડ બળીને ખાખ

સુરતમાં કાપડ માર્કેટ વિસ્તારમાં કોઇ પણ માર્કેટમાં આગ લાગે એટલે ફાયર બ્રિગેડની ટીમને રીતસર પરસેવો વળી જાય છે. કારણ કે ભારે ગીચતા વચ્ચે ઘટનાસ્થળ સુધી પહોંચવાનું કામ જ કપરું થઈ પડે છે. વળી, પાંચ-છ કે આઠ-દસ માળની માર્કેટમાં જ્યારે ઉપરના માળે આગ લાગે ત્યારે તો વધારે મૂસિબત વેઠવી પડે છે. તેવા સંજોગામાં રિંગ રડ પરની મિલેનિયમ માર્કેટમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી.
 
શહેરના રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ-2માં બુઘવારે મોડીરાત્રે આગનો કોલ મળતા ફાયરબિગ્રેડનો સ્ટાફ દોડતો થયો હતો. ઘટનાને પગલે ફાયર બિગ્રેડના જવાનોએ ત્યાં પહોંચીને પાણીનો મારો ચલાવી આગ અડઘો કલાકમાં જ કાબૂમાં કરી લીધી હતી.
રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ-2માં મોડી રાત્રે 302 નંબરની કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વધુમાં આ બાબતે ફાયર ઓફિસર મોરે જણાવ્યું હતું કે, મિલેનિયમ માર્કેટ-2માં ત્રીજા માળે બંધ દુકાનમાં આગ લાગી હતી. આગને કારણે 30 થી 40 કાપડના તાકાઓને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.