15 ઓગસ્ટથી દેશમાં પ્રદૂષણના નિયંત્રણ માટે ચીનનો ર્ફોમ્યુલા અપનાવશે!!!

હવામાં પ્રદૂષણ અટકાવવા માટે વિશ્વના તમામ દેશો તરફથી ભારે મહેનત કરવામાં આવી રહી છે. ચીનમાં હવાનું પ્રદૂષણ અટકાવવાની યોજનાની અસર થઈ રહી છે, જેનો ઉપયોગ દિલ્હી જેવા શહેરો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પીકિંગ યુનિવર્સિટીના સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ તરફથી ચીનની આ મહત્વપૂર્ણ યોજના પર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જોવા મળ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં ચીને 74 જેટલાં શહેરોમાં આ યોજના લાગુ કરી છે, જેમાં પીએમ 2.5ના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો થયો છે.
 
સંશોધનકર્તાને જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પીએમ 10 સ્તરમાં 27.8 ટકાનો, સલ્ફર ડાયોક્સાઈડ (SO2)માં 54.1 ટકા અને કાર્બન મોનોક્સાઈડ (CO)માં 28.2 ટકાના ઘટાડો થયો છે. જો કે નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2) અને ઓઝોન (O3)ના સ્તરમાં કોઈ ખાસ ફર્ક જોવા મળ્યો નથી.
 
આ અભ્યાસના અનુસાર, ચીનમાં પ્રદૂષણના કારણે થનાર મૃત્યઆંકમાં પણ નોંધનીય ઘટાડો આવ્યો છે. જેના અનુસાર, પેઇચિંગ, તિયાનજિન, હેબઈ રીજન, યાગ્તસે નદી ડેલ્ટા વિસ્તાર અને પર્લ નદી ડેલ્ટા વિસ્તારના 74 ચીની શહેરોમાં હવા પ્રદૂષણના કારણે 44,240 ઓછી મોત થઈ છે. સમગ્ર ચીનના મુખ્ય સ્થાનો પર આ સૌ પ્રથમ સર્વે છે.
 
હાલમાં દેશમાં પણ ઘણાં સ્થાનો પર પ્રદૂષણ મુખ્ય સમસ્યા બની રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ સચિવ સીકે મિશ્રાએ કહ્યું કે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP)માં ત્રણ ટાઈમલાઈન હશે. જેના કારણે આગામી 10 વર્ષમાં વર્તમાન સ્તરમાં 70 થી 80 ટકાના વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે. જો આ ટાઈમલાઈન લાગુ કરવામાં આવશે તો દિલ્હી, મુંબઈ, પૂણે, કોલકાતા, બેંગ્લુરૂ, ચંડીગઢ, અલ્હાબાદ, વારણસી, કાનપુર અને પટના સહિત ઘણાં શહેરોમાં આગામી ત્રણ વર્ષોમાં વાયુ પ્રદૂષણમાં 35 ટકા, 5 વર્ષોમાં 50 અને આગામી 10 વર્ષોમાં 70 થી 80 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
 
પાટનગર સહિત દેશના ઘણાં શહેરોમાં 15 ઓગસ્ટથી આ યોજનાને લાગુ કરવામાં આવશે. NCAP હજી સુધી પબ્લિક ડોમેનમાં પહોંચ્યું નથી. જો કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા દિલ્હી અને એનસીઆરમાં હવા પ્રદૂષણ કંટ્રોલ માટે નોટિફાઈ કરવામાં આવેલ કોમ્પ્રિહેન્સિલ એક્શન પ્લાન (CAP)માં કોઈ ટાઈમ બોઉન્ડ ટારગેટ નથી મળ્યો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.