ડીસાના રામપુરામાં ગરમીના કારણે યુવાનનું મોત

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હાલમાં દેહ દઝાડતી ગરમી પડી રહી છે જેથી આમ પ્રજા બાનમાં મુકાઈ છે પશુ પઁખી જીવો પણ તરફડી ઉઠ્યા છે ત્યારે ડીસા તાલુકાના રામપુરા ગામે ખેત મજૂરીએ આવેલ વાવ તાલુકાના ભાટ્વર ગામનો રબારી મેરાજભાઈ કુંભાભાઈ ગઈ કાલે ચાલતો જતો હતો ત્યાં અચાનક રોડની સાઇડે બેભાન થઇ ને ઢળી પડ્યો હતો જેથી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ તેનું પ્રાણ પઁખેરું ઉડી ગયું હતું લોકોએ ગરમીના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું બનાવની જાણ થતા દોડી આવેલી ભીલડી પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગરમીએ એક યુવાનનો ભોગ લેતા અરેરાટી સાથે હાહાકાર છવાયો છે ત્યારે હવામાન વીભાગે ગરમીનો પ્રકોપ હજુ ત્રણેક દિવસદ જળવાઈ રહેશે તેમ જણાવી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.