આ ટ્રાફિક પોલીસ ઈમાનદારીનું ઉદાહરણ બન્યો, ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોતાના જ પુત્રને દંડ ફટકાર્યો

પાકિસ્તાનનો એક પોલીસ જવાન આજકાલ ચર્ચામાં છે. આ પોલીસ જવાન સાદિકાબાકમાં રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાનું કામ કરે છે. આ ટ્રાફિક પોલીસની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે, તેણે પોતાના કર્તવ્ય પ્રત્યે જે ઈમાનદારી વ્યક્ત કરી છે તે ઉદાહરણ બની ગયું છે. આ ઈમાનદાર આસિસ્ટન્ટ સબ ઈંસ્પેક્ટરનું નામ છે ઈમ્તિયાઝ અબ્બાસ.
 
ઈમ્તિયાઝ દરરોજની જેમ 8 ઓક્ટોબર, સોમવારના રોજ રસ્તા પર ઉભો રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. આ દરમિયાન તેની નજર હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવી રહેલા લોકો પર પણ હતી. હેલ્મેટ વગર બાઈક ચલાવી રહેલા લોકોને રોકીને ઈમ્તિયાઝ તેના પર દંડ લગાવી રહ્યા હતા. ત્યારે જ આ રસ્તા પરથી તેનો દીકરો રહીમ યાર ખાન પણ બાઈક લઈને પસાર થયો હતો.
 
ઈમ્તિયાઝના દીકરાએ પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું નહોતું. જેથી ઈમ્તિયાઝે તરત તેના પુત્રને ઈશારો કરીને રોક્યો. બાઈક રોકતા જ ઈમ્તિયાઝ તરત તેના પુત્ર પાસે પહોંચી ગયો. ઈમ્તિયાઝે તરત ચલણ બુક કાઢી અને તેના પુત્ર પર હેલ્મેટ વગર બાઈક ચલાવવાના ગુનામાં 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય લોકો ઈમ્તિયાઝની આ ઈમાનદારીના કાયલ થઈ ગયા. રહિમ યાર ખાને તેના પિતા દ્વારા આપેલા ચલણ પર દંડ ભર્યો અને પછી જ તે ત્યાંથી જઈ શક્યો. ઈમ્તિયાઝે તેના પુત્રને બીજીવાર આવી હરકત ના કરવાની વોર્નિંગ પણ આપી.
 
ઉલ્લેખનીય છે કે, અહીંયા પંજાબની સરકારે લોકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સલાહ આપી છે જેથી તેમની મુસાફરી સુરક્ષિત રહે અને સાથે કાયદાનું પણ પાલન સરખી રીતે થઈ શકે. આ પહેલા લાહોર હાઈકોર્ટે ગત અઠવાડિયે રસ્તા પર હેલ્મેટ વગર બાઈક ચલાવનાર લોકોને પ્રશાસને લઈને કડક સૂચના આપી હતી કે, રસ્તા પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.