02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાં રેલવેમાં પાણીનો કોન્ટ્રાકટ અપાવવાના બહાને ૧૫ લાખની છેતરપીંડી

પાલનપુરમાં રેલવેમાં પાણીનો કોન્ટ્રાકટ અપાવવાના બહાને ૧૫ લાખની છેતરપીંડી   03/10/2019

પાલનપુર : પાલનપુરના એક વ્યકિત સાથે રેલવેમાં પાણીની બોટલના સપ્લાય આપવાના બહાને રૂપિયા ૧૫ લાખની છેતરપીંડી થવા પામી છે. આ અંગે તેમણે પાલનપુર, હૈદરાબાદ અને બેગ્લોરના ત્રણ શખ્સો સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પાલનપુર શહેરના આબુ હાઇવે નજીક સુકન બંગ્લોઝમાં રહેતા ગૌરાંગભાઇ સુભાષભાઇ ઠાકરને અમદા વાદ હાઇવે નજીક આવેલી  રોયલ મેઘા સોસાયટી માં રહેતા તનમય યશવંતભાઇ પંડ્‌યા, હૈદરાબાદ ના જી-સાંઇરામ મલીક અને બેંગ્લોરના સદાશિવમ રામકૃષ્ણએ ત્રણ વર્ષ અગાઉ રેલ્વેમાં પાણીની બોટલના સ્પલાયનો કોન્ટ્રાકટ આપવાનું કહી રૂપિયા ૨૦ લાખની ડિપોઝિટ લીધી હતી. જોકે, તે બાદ કોન્ટ્રાકટ અપાવ્યો ન હતો. અને રૂપિયા પાંચ લાખ પરત આપી બાકીના રૂપિયા ૧૫ લાખ પરત ન આપી વિશ્વાસ ઘાત કરી છેતરપીંડી આચરી હતી. આ અંગે ગૌરાંગભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Tags :