02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પતિ-પત્ની ઔર વો: પત્ની પાસે જબરજસ્તી ડિવોર્સ પેપર પર સહી કરાવી થયો ગાયબ, 4 દિવસ પછી મળી લાશ

પતિ-પત્ની ઔર વો: પત્ની પાસે જબરજસ્તી ડિવોર્સ પેપર પર સહી કરાવી થયો ગાયબ, 4 દિવસ પછી મળી લાશ   26/08/2018

પોલીસની વાહન શાખાના કર્મચારી સંજય યાદવનું મોત એક મિસ્ટ્રી બની છે. બુધવારે રાતે 11 વાગે મોઘટ પોલીસને શહેરથી લગભગ 15 કિમી દૂર જંગલમાં શંકાસ્પદ સ્થિતિમાં ફાંસીના ફંદા સાથે લટકતી સંજયની લાશ મળી આવી છે. ગુરુવારે જ્યારે પોલીસ મૃતકની પત્ની સાધનાને લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે પતિની લાશ જોઈને તેની હાલત ખૂબ ખરાબ થઈ હતી. તેણે આરોપ લગાવ્યો છે કે, મારા પતિના એક ગ્વાલિયરની યુવતી સાથે સંબંધો હતા. પ્રેમીકા સાથે લગ્ન કરવા માટે 18 ઓગસ્ટે સંજયે ભાઈ સાથે મળીને મારી સાથે મારઝૂડ કરી હતી અને પછી ડિવોર્સ પેપર પર સહી કરાવી હતી. ત્યારપછી તે ગાયબ થઈ ગયો હતો. પ્રેમીકાના કારણે જ મારા પતિનું મોત થયું છે.

પરિવારજનોએ પણ સંજયની પ્રેમીકાને જ તેના મોતની જવાબદાર ગણાવી છે. સંજયના માસીના દીકરાએ કહ્યું કે, તેના લગ્ન પહેલાંથી જ આ મહિલા સાથે સંબંધ હતા.
 લગ્ન પછી તેની જૂની પ્રેમીકા તેને પરેશાન કરતી હતી. તે સાધનાને પણ છોડવા નહતો માગતો અને કહેતો હતો કે તે રોજ રાતે સપનામાં દેખાય છે. શું કરું? ત્યારપછી તેની સારવાર પણ કરાવી હતી પરંતુ તે તેની પ્રેમીકાને નહતો ભૂલી શકતો. 
 પોલીસના જણાવ્યા પ્રમાણે, સંજયની લાશ ચાર દિવસ જૂની હતી. ફોરેન્સિક એક્સપર્ટ પાસે પણ તપાસ કરાવવામાં આવી રહી છે. પોલીસને સંજય પાસેથી બે પેજની સુસાઈડ નોટ પણ મળી છે પરંતુ તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સંજય 18 ઓગસ્ટથી હુમ હતો અને શહેરથી લગભગ 15 કિમી દૂર ટિટગામના જંગલમાંથી તેની લાશ મળી આવી છે. આ સંજોગોમાં સંજયના મોત વિશે ઘણાં સવાલ ઊભા થાય છે. શું તેણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને તેને લટકાવી દેવામાં આવ્યો છે. 
પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સુસાઈડ નોટમાં સંજયે ઘણી વાતો લખી છે. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, સંજયે મે 2018માં ખંડવામાં જોઈન કર્યું હતું.

સાધનાના પિતા રામબાબુ યાદવે જણાવ્યું કે, સંજયના પ્રેમ સંબંધની વાત તેના પરિવારજનોએ અમારાથી છુપાવી હતી. લગ્ન પછી પણ તેના તેની પ્રેમિકા સાથે સંબંધ હતા. 18 ઓગસ્ટે તે ઘરેથી ગયો અને પછી બે દિવસ સુધી પરત ન આવ્યો ત્યારે 20 ઓગસ્ટે એસપીને સાધના સાથેની મારઝૂડ અને ડિવોર્સ પેપર પર સહી કરાવવાની ફરિયાદ કરી હતી.

 

Tags :